Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પંચ પરમેષ્ઠીનું પ્રતીક “ૐ” પાંચ પરમેષ્ઠિઓનાં નામોના પ્રથમ અક્ષરોને લઇને ૩ૐ પદની રચના થઇ છે. અરહંત અને અશરીર (સિદ્ધ ) નો “અ” આચાર્યોનો “આ” ઉપાધ્યાયનો “ઉ” તથા મુનિનો “મ” આ પ્રમાણે અ + અ + આ = ઉ + મ = ઓમ = ૩ૐ પદનું નિર્માણ થયું છે. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ગાથા૪૯ની બ્રહ્મદેવ કૃત ટીકા) જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે “અરિહંતા અશરીરા આઇરિયા ત૭ ઉવજજાયા મુણિણો પઢમકખર હિપ્પણો ઓંકારો પંચ પરમેષ્ઠી ” ૪૯ બ્રહ્મદેવે ઉપર પ્રમાણે પંચ પરમેષ્ઠી વાચક મંત્રના અર્થને સમજવા પર ભાર દેતા કહ્યું છે કે – મંત્ર શાસ્ત્રનાં સર્વ પદોમાં સારભૂત આ લોક અને પરલોકમાં ઇષ્ટફળ આપનાર પંચ પરમેષ્ઠીના વાચક એવા આ પદોના અર્થ જાણીને તથા અંતરંગમાં અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણરૂપ તથા બહારમાં વાણીના શુદ્ધ ઉચ્ચારણથી જાપ કરો. તથા શુભોપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌન પૂર્વક આ પદોનું ધ્યાન કરો. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ગાથા ૯૪ ની બ્રહ્મદેવ કૃત ટીકા) આ પ્રકારે 38 અક્ષર પણ પંચ પરમેષ્ઠીનો પ્રતિપાદક હોવાથી નમોકાર મંત્રની માફક એકાક્ષરી મંત્ર છે. આ મંત્રના માધ્યમથી પણ પંચ પરમેષ્ઠીનું ધ્યાન અને સ્મરણ કરી શકાય છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84