Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 47
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૪૩: થતાં અને પ્રતિકૂલ – સરસ ન લાગવાવાળા વિષયોથી દ્રષ-ધૃણા અથવા અસંતોષ પ્રગટ નથી કરતાં, પરંતુ બન્ને પરિસ્થિતિઓમાં એક સામ્યભાવ રાખે છે. એમનાં આ ઇન્દ્રિય વિષયોના સંબંધીત સમતાભાવને પંચેન્દ્રિયજય મૂળગુણ કહેવામાં આવે છે. પટું આવશ્યક - સમતા આહારે, થુતિ ઉચારે વંદના જિનદેવ કો, નિત કરે શ્રુતિ રતિ, કરે પ્રતિક્રમ તર્જ તથા અહમેવ કો. (છ ઢાળા, છઠ્ઠી ઢાળ, છન્દ ૫) વીતરાગી મુનિરાજ સદાય ત્રિકાળ સામાયિક, સ્તુતિ, વંદના, સ્વાધ્યાય, પ્રતિક્રમણ અને કાર્યોત્સર્ગ કરે છે. એમને આ ક્રિયાઓ દરરોજ અવશ્ય કરવા યોગ્ય છે, એટલે આવશ્યક કહેવાય છે, પણ મુનિરાજ એને પોતાના વિશે થઇને કરે છે, એમને આ ખેંચીને નથી કરવી પડતી. મૂલાચાર ગ્રંથમાં મુનિના પટ આવશ્યકોનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે છે:(૧) પરદ્રવ્યોથી રાગદ્વેષ રહિત થઇને સામ્યભાવ રાખવો સામાયિક છે. (૨) ઋષભ, અજીત વગેરે ૨૪ તીર્થકરોમાંથી કોઇ એક તીર્થંકરના અથવા બધા તિર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તેમજ મન-વચન-કાયાની વિશુદ્ધિ પૂર્વક તેઓને નમન કરવાં એ સ્તવન છે. ઋષભાદિજિનવરાણાં નામનિરુકિત ગુણાનુકીર્તિ ચ, કૃત્વા અર્ચયિતા ચ ત્રિશુદ્ધિપ્રણામ: સ્તવો શેયઃ ”(મૂલાચાર-ર૬ ) (૩) અરહંત અને સિદ્ધોના પ્રતિબિમ્બોના દર્શન – પૂજન તેમજ શ્રતધર તથા તપમાં વિશેષ ગુરુઓને મન-વચન-કાયાથી સ્તુતિપૂર્વક નમન કરવું એ વંદના છે. અર્હત્સિદ્ધપ્રતિમાતપશ્રુતગુણગુરુગુરણાં રાત્રયધિકાનાં, કૃતિકર્મણા ઇતરણ ચ ત્રિકરણસંકોચન પ્રણામઃ ' મૂલચાર-૨૭) (૪) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ – ભાવના આશ્રયથી અંહિસા વગેરે વ્રતોમાં લાગેલા Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84