Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 77
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭૩ : કોઇપણ શબ્દથી એ વ્યક્ત નથી થતું કે આ મહામંત્ર શત્રુવિનાશક અથવા વિષયભોગનો દાતા છે. આ મહામંત્ર શત્રુનાશક તો નથી, શત્રુતા નાશક અવશ્ય છે; આ પ્રકારે વિષયભોગ દાતાતો નથી, વિષયવાસના વિનાશક અવશ્ય છે. આ મહામંત્ર ભૌતિક મંત્ર નથી, આધ્યાત્મિક મહામંત્ર છે, કેમ કે તેમાં આધ્યાત્મિક પરાકાષ્ઠાને પ્રાપ્ત પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે. એટલે એની મહાનતા પણ ભૌતિક ઉપલબ્ધિઓમાં નહીં, અધ્યાત્મિક ચરણોપલબ્ધિમાં છે. એટલે એનો ઉપયોગ પણ ભૌતિક ઉપલબ્ધિઓની કામનાથી ન કરવામાં આવે પરંતુ, આધ્યાત્મિક ઉપલબ્ધિઓ માટે કરવામાં આવે છે અને કરવો જોઇએ. ભૌતિક અનુકૂળતાની ઇચ્છાથી એનો ઉપયોગ કરવો એ કાગડાને ઉડાડવા માટે ચિન્તામણિ રત્નને ફેકવા બરાબર છે. આધ્યાત્મિક વ્યાધિ મોહ-રાગ-દ્વેષનો નાશ કરવા માટે આ પરમઔષધિ છે, વિષય-વાસના રૂપી વિષને ઉતારવા માટે આ નાગદમનની જડી-બુટી છે, ભવસાગરથી પાર ઉતારવા માટે અભૂત અપૂર્વ જહાજ છે. વધારે શું કહે, નિજાત્માને ધ્યાનથી વ્યુત થવા પર એકમાત્ર શરણભૂત આ મહામંત્ર છે, એમાં જેઓને નમન કરવામાં આવ્યા છે, એ પાંચ પરમેષ્ઠી જ છે. વિષય વાસનાઓથી વિરકત જ્ઞાની ધર્માત્માઓને શરણભૂત એકમાત્ર આ મહામંત્ર છે, જેમાં નિષ્કામ ભાવથી આધ્યાત્મિક ચરમોપલબ્ધિના પ્રતિ નતમસ્તક થયા છે. ભલે આ ગાથાબધ્ધ મહામંત્રની શાબ્દિક રચના કોઇ કાળ વિશેષમાં કોઇ વ્યક્તિ વિશેષના દ્વારા કરેલ હોય, તો પણ આ મહામંત્ર પોતાની વિષય વસ્તુ તથા ભાવનાની દષ્ટિથી સર્વકાલિક અને સર્વભૌમિક છે, કેમ કે એમાં કોઇ વ્યક્તિ વિશેષને નમસ્કાર ન કરતાં પંચપરમપદોને નમસ્કાર કરેલ છે. આ પરમપદ સર્વકાલિક છે. એટલે આ મહામંત્ર પણ સર્વકાલિક જ છે. બધાના માટે અત્યંત ઉપયોગી હોવાથી સર્વભૌમિક પણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84