Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 51
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [: ૪૭ : જે વ્યક્તિ પંચ પરમેષ્ઠીનું શરણ લે છે, એનું કલ્યાણ થાય છે અર્થાત્ દુઃખ (ભવ-ભ્રમણ ) મટી જાય છે. પ્રત્યક્ષ જિનેન્દ્ર દેવના દર્શન- પૂજન કરતી વખતે અને પરોક્ષ ત્રિકાળ વંદના-સામાયિક વગેરે કરતી વખતે તથા સાંજ –સવાર, ઉઠતા- બેસતા જયારે પણ ણમોકાર મંત્ર બોલાય છે, તે સમયે તેની સાથે ઉપર મુજબ ચત્તારિ મંગલ પાઠ પણ બોલાય છે. આ પાઠમાં પાંચ પરમેષ્ઠીઓ અને તેમના દ્વારા દર્શાવેલ વીતરાગ ધર્મને મંગલ, ઉત્તમ અને શરણ કહેલ છે. મંગળ મંગળ” શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી લખે છે કે: મંગ” એટલે સુખ તેને “લાતિ” એટલે આપે, અથવા “મ” એટલે પાપ તેને “ગાલયતિ” એટલે ગાળે તેનું નામ મંગળ છે. હવે એ વડે અરિહંતાદિ દ્વારા પૂર્વોક્ત પ્રકારથી બન્ને કાર્યોની સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે.” લોકમાં શ્રીફળ, સ્વસ્તિક, કળશ, કુંકુમ (કંકુ ), અક્ષત, (ચોખા), હળદળ, મહેંદી તેમજ મગળ સૂત્ર વગેરે ને માંગલિક અથવા મંગળરૂપ મનાય છે, સૌભાગ્યનું પ્રતીક ગણવામાં આવે છે, પણ એ વાસ્તવિક માંગલિક અથવા મંગળમય નથી, કેમ કે એક તો એ પોતે સુખમય નથી, બીજું એ સુખના કારણ પણ નથી, કેમ કે આ બધાના ભાવમાં પણ અમંગળ અથવા દુઃખી થતા જોવાય છે. મંગળસૂત્ર ગળામાં પડ્યું રહે છે અને પતિદેવ પરલોક પહોંચી જાય છે, આ કેવું મંગળસૂત્ર છે જે સ્વયં અમંગળ રૂપ વૈધવ્યને દેખતાં કાયમ માટે વિદાય લઈ લે છે. જે સ્વયં મંગળ મય નથી તથા અમંગળથી બચાવી નથી શકતું, એ મંગળકારી કેવી રીતે હોઇ શકે ? આશય એમ છે કે લોકમાં આ મંગળના પ્રતિક ભલે જ હોય; Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84