Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 45
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates .: ૪૧ : આ પ્રમાણે સાધુ પરમેષ્ઠીના આ પાંચ મહાવ્રત રૂપ પાંચ મૂલગુણ હોય છે. પાંચ સમિતિ :- “ઇર્યા ભાષા એષણા, પુનિ પણ આદાન, પ્રતિષ્ઠાપના યુત ક્રિયા, પાંચો સમિતિ વિધાન.” ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન – નિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ - આ પાંચ સમિતિ છે. આ સમિતિ મુખ્યતઃ અહિંસા અને સત્ય મહાવ્રતની સાધનભૂત જ છે. અનંતાનુબંધી, અપ્રત્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ-માનમાયા-લોભનો અભાવ થઈ જવાથી મુનિરાજ જયારે પણ આહાર-વિહારનિહાર અને દેવદર્શન, તીર્થવન્દના વગેરે પ્રશસ્ત પ્રયોજનથી ગમન કરે છે તો ચાર હાથ આગળની જમીન જોઇને, દિવસમાં પ્રાસુક માર્ગથી જ ગમન કરે છે, એમની આ ક્રિયાને ઇર્ષા સમિતિ કહે છે. આજ પ્રકારે ઉપર મુજબની કષાયોનો અભાવ થઇ જવાથી મુનિરાજ, બીજાને પીડાદાયક - કર્કશ-નિદ્ય વચન ક્યારેય બોલતા નથી. જયારે પણ બોલે છે ત્યારે હિત-મિત–પ્રિય અને સંશય રહિત, મિથ્યાત્વરૂપી રોગનો વિનાશ કરવાવાળું વચન જ બોલે છે. તેઓની આ પ્રકારની બોલવાની ક્રિયાને ભાષા સમિતિ કહે છે. ધ્યાનઅધ્યયન અને તપમાં વિક્ષેપ ઉત્પન્ન કરવાવાળી સુધા-તૃષા લાગે ત્યારે તપશ્ચરણ વગેરેની વૃદ્ધિ માટે મુનિરાજ (૪૬) દોષોથી રહિત, (૩ર) અંતરાય અને (૧૪) મલદોષ ટાળીને કુલવાન (શ્રેષ્ઠ) શ્રાવકના ઘરે દિવસમાં ઉભા – ઉભા એક વાર અનુદિષ્ટ આહાર ગ્રહણ કરે છે એને એષણા સમિતિ કહે છે. મુનિરાજ પોતાની શુદ્ધિ, સંયમ ને જ્ઞાન સાધનના ઉપકરણ (સાધન) પીછી અને શાસ્ત્રને સાવધાની પૂર્વક એવી રીતે જોઈને ઉઠાવે તથા મૂકે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84