Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 35
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૩૧ : આચાર્યના સ્વરૂપનું કથન કરતાં કુન્દકુન્દાચાર્ય કહે છે : “પંચાચાર સમગ્ગા પચિદિયદંતિ દમ્પ ણિદલણા, ધીરા ગુણગમ્ભીરા આયરિયા એરિસા હોંતિ. (નિયમસાર ગાથા- ૭૩) આચાર્ય દર્શન જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય અને પાંચેય આચારોથી પરિપૂર્ણ પંચેન્દ્રિયો રૂપી મદમસ્ત હાથીને કાબૂમાં કરવામાં નિપુણ, ધીર અને ગુણ ગંભીર હોય છે.” આ રીતે વાદિરાજ આચાર્યદેવે કહે છે: - જે પંચાચારમાં નિપુણ છે, અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાય સ્થાનોનો નાશ કર્યો છે અને જે પરિણમિત જ્ઞાનના બળ વડે પંચાસ્તિકાયના સ્વરૂપને સમજાવે છે અને વિકસિત સ્થિર સમાધિમાં જેમની બુદ્ધિ નિપુણ છે, એવા આચાર્યોને અમે ભવદુઃખ રાશિના નાશ કરવા માટે પૂજીએ છીએ.” (નિયમ-સારમાંથી) પંડિત સદાસુખદાસજીએ આચાર્યના વિશેષ ગુણોનું વર્ણન કરતાં લખ્યું છે કે આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે, શ્રેષ્ઠ તપના ધારક છે... કેવા છે. આચાર્ય? જેઓ અનશનાદિ બાર પ્રકારના તપમાં નિરંતર ઉદ્યમી હોય છે, અને છહું આવશ્યક ક્રિયાઓમાં સાવધાન હોય છે, અને પંચાચારના ધારક છે, અને દશલક્ષણ ધર્મરૂપ છે જેમાં પરિણમન, અને મન-વચન-કાય ની ગુપ્તિ સહિત છે. આવા છત્રીસ ગુણોથી યુક્ત આચાર્ય હોય છે. એ સમ્યગ્દર્શનાચારને નિર્દોષ ધારે છે. અને સમ્યકજ્ઞાનની શુદ્ધતાથી યુક્ત છે. અને તે પ્રકારની ચારિત્રની શુદ્ધતાના ધારક, અને તપશ્ચરણમાં ઉત્સાયુક્ત, અને પોતાના વીર્યને છુપાવતા નથી બાવીશ પરિષહોને જીતવામાં સમર્થ – એવા નિરંતર પંચાચાર ધારક છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84