Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨૦: (૧) ભગવાનની અર્ધમાગધી ભાષા હોવી, (૨) સમસ્ત જીવોમાં પરસ્પર મિત્રતા હોવી, (૩) દિશાઓનું નિર્મળ હોવું, (૫) બધા ઋતુના ફળ – ફૂલો એક સમયમાં થવા (૬) એક યોજન સુધીની પૃથ્વી દર્પણની જેમ સ્વચ્છ હોવી, (૭) ચાલતા સમયે ભગવાનના ચરણ-કમળના તળિયે સ્વર્ણ- કમળો હોવા, (૮) આકાશમાં જય – જય ધ્વનિ હોવી, (૯) મન્દ સુગંધિત પવનનું ચાલવું. (૧૦) સુગંધમય પાણીની વર્ષા થવી, (૧૧) જમીન કાંટાથી રહિત હોવી, (૧૨) સમસ્ત જીવ આનન્દમય હોવા (૧૩) ભગવાનના આગળ ધર્મચક્રનું ચાલવું (૧૪) છત્ર-જવર, ધ્વજ–ઘંટ-આદિ આઠ મંગળ દ્રવ્યોનું સાથે રહેવું. આ ચૌદ અતિશય દેવકૃત છે. : આઠ પ્રાતિહાર્ય : તરુ અશોક કે નિકટમેં, સિંહાસન, છવિદાર, તીન છત્ર સિર પે લસે, ભામંડલ પિછવાર; દિવ્ય ધ્વનિ મુખ તે ખરે, પુષ્પવૃષ્ટિ સુર હોય, ઢોર્વે ચોંસઠ ચમર જખ, બાજે દુદુભિ જોય. (૧) અશોક વૃક્ષનું હોવું, (૨) રત્ન જડિત સિંહાસન, (૩) ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્રોનું હોવુ, (૪) ભગવાનની પીઠ પાછળ ભામંડળનું હોવું (૫) ભગવાનના મુખેથી અક્ષર રહિત દિવ્ય ધ્વનિનું હોવું (૬) દેવો દ્વારા ફૂલોની વર્ષા થવી, (૭) યક્ષ દેવો દ્વારા ચોસઠ ચમરોનું ઢાળવું (૮) દુદુભિ વાજિંત્રોનું વાગવું, આ આઠ પ્રાતિહાર્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84