Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨૧ : : ચાર - અનંત ચતુષ્ટય : “જ્ઞાન અનંત અનંત સુખ, દરશ અનંત પ્રમાન, બલ અનંત અરહંત સો, ઇષ્ટદેવ પહચાન” (૧) અનંત દર્શન (૨) અનંત જ્ઞાન (૩) અનંત સુખ (૪) અનંત વીર્ય આ ચાર અનંત ચતુષ્ટય છે. આ પ્રમાણે જોઈએ છીએ કે ઉપર મુજબ ૪૬ ગુણોમાં નિશ્ચયથી આત્માના તો કેવળ (૪) અનંત ચતુષ્ટય જ છે. બાકીના ૪૨ ગુણો તો માત્ર કથનથી જ આત્માના છે. વાસ્તવિક તો એ આત્માના ગુણ નથી. એ તો પુણ્યોદયથી પ્રાપ્ત વિશેષતા છે, જે પુણ્યની સાથે જ સમાપ્ત થઇ જાય છે. તેઓને જ અહીં વ્યવહારથી અરહંત પરમેષ્ઠીના ગુણોમાં ગણ્યા છે. તીર્થકર કેવળીના સિવાય જે સામાન્ય કેવળી, મૂક કેવળી, ઉપસર્ગ કેવળી, અંત:કૃત આદિ હોય છે, એમને આ ઉપર મુજબના ૪૬ ગુણો ના હોઇ માત્ર અનંત ચતુષ્ટય રૂપ (૪) ગુણ જ હોય છે ઉપર મુજબ ૪૬ ગુણો તીર્થકર અરહંતોને જ હોય છે. અન્ય સામાન્ય અરતોને નહી. જયારે સાધક જીવ આવા અનંત ચતુષ્ટય સ્વરૂપી અરહંત પરમેષ્ઠીના આલંબનથી પોતાના શુદ્ધાત્માની સાધના-આરાધના કરે છે. ત્યારે તેને ટૂંક સમયમાં આત્મોપલબ્ધિ થઇને સ્વાનુભૂતિ પ્રગટ થઈ જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84