Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પરિશીલનની પૂર્વે... યોગપૂર્વસેવા'બત્રીશીમાં ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુત્યષનું વર્ણન કર્યું. આ બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અષનું પ્રાધાન્ય વર્ણવાય છે. કારણ કે મુત્યદ્વેષને લઈને જ ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ વગેરે અનુષ્ઠાનો યોગનાં અંગ બને છે. મુક્યàષના અભાવમાં ગુરુદેવાદિપૂજા... વગેરે યોગનાં અંગ થતાં નથી. | મુક્તિ પ્રત્યે દ્વેષ ન કરવા સ્વરૂપ અવસ્થાને મુત્યષ કહેવાય છે. મુત્યષ” આ શબ્દ કાને પડે ત્યારે તો એમ જ થાય કે આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે જ. પરંતુ એ વિષયમાં થોડી વિચારણા કરીએ તો સમજાય કે સાવ એવું તો નથી. ઊડે ઊડે થોડો દ્વેષ લાગે છે. દઢ અજ્ઞાનના આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. અનંતજ્ઞાનીઓનાં પરમતારક વચનોથી પણ જે અજ્ઞાન દૂર થતું નથી, તે દઢ અજ્ઞાન છે. એવું અજ્ઞાન જ્યારે કાર્યરત બને છે, ત્યારે તેનો આવેશ હોય છે અને એ આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ જાગે છે. આ સંસારને અનંતદુઃખમય વર્ણવીને મોક્ષની અનંતસુખમયતાને વર્ણવવામાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ કોઈ જ કચાશ રાખી નથી. પરંતુ સંસારમાં પ્રાપ્ત થતા સુખની ભયંકર આસક્તિના કારણે મોક્ષ ઈષ્ટ લાગતો નથી. જે અનિષ્ટ લાગે તેની પ્રત્યે દ્વેષ હોય-એ સ્વાભાવિક છે. આપણને મોક્ષ ઈષ્ટ છે કે સંસાર ઈષ્ટ છે ? આ પ્રશ્નનો ઉત્તર માયા વિના આપવાનું ખૂબ જ અઘરું પડે એવું છે. ગમે તે રીતે સંસારની આસક્તિ ઓછી કરીને મોક્ષની પ્રત્યે રાગ ન કેળવાય ત્યાં સુધી મોક્ષ પ્રત્યેનો દ્વેષ ટાળવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ બત્રીશીમાં મુકિત પ્રત્યેના અદ્વેષનું પ્રાધાન્ય મુખ્યપણે વર્ણવ્યું છે. યોગની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું ત્યારે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66