________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
આ સૂત્રનું આગમોચિત અને વ્યવહારોચિત નામ છૂટીને રૂઢ નામ પ્રચલિત છે. યથા– (૧) આગમિક નામ નમાર સહિત (૨) વ્યવહારોચિત નામ મુફ્ફરસી અને (૩) રૂઢનામ- નવારસી ! પોરસી:– દિવસના ચોથાભાગને એક પોરસી કહે છે, સૂર્યોદયથી લઈ પાદિવસ વીતે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ કરવાને “પોરસી પ્રત્યાખ્યાન' કહે છે. પોરસી આદિ ૯ પ્રત્યાખ્યાનોમાં હીનાધિક વિવિધ આગાર છે. પૂવાદ્ધ(પુરિમઢ) – બે પોરસી. તેમાં સૂર્યોદયથી અડધા દિવસ સુધી ચારેય આહારનો ત્યાગ હોય છે. એકાસણું – તેમાં એક સ્થાને બેસી એક વખત ભોજન કરવામાં આવે છે, તે સિવાયના સમયમાં ત્રણેય આહારનો ત્યાગ હોય છે. માત્ર અચેત પાણી લઈ શકાય છે. એક સ્થાન(એકલ ઠાણા) - તેમાં એક વાર એક સ્થાને ભોજન કરવા સિવાય બાકીના સમયે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, અર્થાત્ આહાર-પાણી એક સાથે જ લેવામાં આવે છે. નવી :- તેમાં એકવાર રૂક્ષ(વિગય રહિત) આહાર કરવામાં આવે છે, પાંચેય વિગયોનો અને મહાવિયનો ત્યાગ હોય છે. એકવારના ભોજન સિવાય ત્રણેય આહારનો ત્યાગ હોય છે. અચેત પાણી દિવસે પી શકાય છે. ખાદિમ-સ્વાદિમનો આ તપમાં સર્વથા ત્યાગ હોય છે. આયંબિલઃ- તેમાં એક વાર ભોજન કરવામાં આવે છે, જેમાં એક જ રૂક્ષ પદાર્થને અચેત પાણીમાં ડુબાડી-ભીંજાવી નીરસ બનાવી ખાઈ તથા પી શકાય છે. અન્ય કાંઈપણ ખાઈ શકાતું નથી. એક વારના ભોજન સિવાય દિવસમાં જરૂરિયાત અનુસાર અચેત પાણી લઈ શકાય છે. ઉપવાસ – તેમાં સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે. પરંપરાથી દિવસમાં અચેત પાણી પીવાય છે. દિવસ ચરિમ :- ભોજનપછી ચોથા પ્રહરમાં જ્યારે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેને દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે. આ પ્રત્યાખ્યાન હંમેશા કરી શકાય છે અર્થાત્ આહારના દિવસે અથવા આયંબિલ, નીવી તેમજ તિવિહાર ઉપવાસમાં પણ આ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કરી શકાય છે.
તેમાં સૂર્યાસ્ત સુધીનો અવશેષ સમય તેમજ પૂર્ણ રાત્રિનો કાળ નિશ્ચિત હોય છે, તેથી આ પણ અદ્ધા પ્રત્યાખ્યાન છે. તેથી આ પ્રત્યાખ્યાન પાઠમાં “સર્વ સમાધિ પ્રત્યયિક’ આગાર કહેવામાં આવે છે. અભિગ્રહ:- આગમ નિર્દિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી વિશિષ્ટ નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org