Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 14
________________ मङ्गल प्रस्थान શ્રી તપાગચ્છ અધિષ્ઠાયક દેવશ્રી માણિભદ્રજીનું જીવનચરિત્ર એટલે શ્રદ્ધા અને ભક્તિનો અનુપમ સમન્વય. ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા તથા પરમતારક દેવાધિદેવ તેમજ ઉપકારી ગુરુભગવંતો પ્રત્યેની અપારભક્તિથી સભર તેમનું જીવન હતું. પરમાત્મા પ્રત્યેની અવિહડ શ્રદ્ધા અને ગુરુ પ્રત્યેની અપાર ભક્તિને કારણે તેમણે શ્રાવક જીવન દીપાવ્યું અને મૃત્યુબાદ શ્રી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ પદને પામ્યા. તેમની જીવન ગાથા રોચક અને પ્રેરણાત્મક છે. આજથી આશરે ૫૫૦ વર્ષ પૂર્વની આ એક આશ્ચર્યકારક ઐતિહાસિક ઘટના છે. પવિત્ર ક્ષિપ્રાનદીને કાંઠે સુપ્રસિદ્ધ ઐતિહાસિક ઉજજૈન નગરી વસેલ છે. તેમાં અત્યંત પ્રભાવશાળી અને મહાપુણ્યવાનું માણિયસિંહ નામના શેઠ વસે છે. તેમના પિતાનું નામ ધર્મપ્રિય શેઠ તથા માતાનું નામ જિનપ્રિયા હતું. સમગ્ર પરિવાર જૈનધર્મનો અનુરાગી હતો. વીતરાગ પરમાત્માનો પૂજક તથા પંચમહાવ્રતધારી ગુરુભગવંતોનો પૂજક છે. પરિવાર ખૂબ આનંદ અને સુખપૂર્વક સમય વીતાવતો હતો તેમાં દુર્ભાગ્યે માણિક્યસિંહે બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવ્યું. પરંતુ માતાએ હિમત હાર્યા વગર પુત્રનું લાલનપાલન કરી સંસ્કારસિંચન કર્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં માણિક્યસિંહનાં લગ્ન આનંદમતિ સાથે કર્યા. માણિકયસિંહ સ્વયં ધર્માનુરાગી અને ગુરુભક્ત હતા. ભાગ્યથી મળેલી લક્ષ્મીનો દાનાદિમાં સવ્યય કરી પુણ્યબંધ કરી રહ્યા હતા. પ્રતિદિન પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક કરી કલ્યાણપથ પર વિહરી રહ્યા હતા એવામાં તેમને પદ્મનાભ યતિનો પરિચય થાય છે. તેમણે પ્રતિમાપૂજન વિરુદ્ધ વાતો કરી માણિક્યસિંહને જિનપૂજા આદિનો ત્યાગ કરાવ્યો. માતાને આ વાતની જાણ થતાં તેમણે દૂધ આદિ વિગઈઓનો ત્યાગ કર્યો. ત્યારબાદ પત્નીએ પણ દૂધ આદિ વિગઈનો ત્યાગ કર્યો. આ વાતથી માતા અને પત્ની અત્યંત દુ:ખી હતા. માતા તથા પત્નીનાં દુ:ખનું કારણ જાણી તેમણે માતા અને પત્નીને સમજાવવા કોશિશ કરી. માતાએ ગુરુશ્રી આનંદવિમલસૂરિજી મ. પાસે જવાનું કહ્યું. ગુરુભગવંતના સંપર્કમાં આવતા માણિક્યસિંહને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પુનઃ પ્રતિમાપૂજન શરૂ કર્યું. આ દરમ્યાન તેમને પોતાની ભૂલોનો પારાવાર પશ્ચાત્તાપ થયો. એ જ અરસામાં ધંધાર્થે પાલિ નગરે જવાનું થયું ત્યારે ગુરુભગવંત શ્રીઆનંદવિમલસૂરિજી મ. તથા શ્રીહેમવિમલસૂરિજી મ. પાલિમાં ચાતુર્માસ બીરાજમાન હતા. તેમનો ઉપદેશ સાંભળી તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો. ચાતુર્માસ પૂર્ણ થતાં જ તેઓ શત્રુંજયની યાત્રાએ નીકળી પડ્યા. અધવચ્ચે જ १४

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 209