Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 15
________________ મગરવાડા ગામમાં લૂંટારાઓએ લૂંટી લીધા. તેમના ઉપર તીક્ષ્ણ શસ્ત્રના પ્રહાર થયા. શરીર ત્રણ ભાગમાં વિભક્ત થઈ ગયું. શ્રેષ્ઠી મૃત્યુ પામી અધોલોકના વ્યંતર નિકાયમાં છઠ્ઠા ઇન્દ્ર બન્યા. આ શ્રેષ્ઠીનો જીવ જ માણિભદ્ર દેવ. તેમનામાં નવ હજાર હાથી જેટલું બળ અને બટુકભૈરવ, ગોરાભૈરવ તથા કાળાભૈરવ તેમના દાસ. વીસ હજાર દેવો તેમની સેવા કરે. આવા શક્તિશાળી દેવે ગુરુભગવંતોની ઉપર આવેલી આપત્તિ દૂર કરી અને ગુરુની કૃપા પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવ્યું. અને ગુરુજીને વચન આપ્યું કે હું તપાગચ્છની રક્ષા કરીશ અને જયારે કોઈ આપત્તિ સાથે ત્યારે મને યાદ કરશો તો હું જૈન શાસનની રક્ષા કરવામાં હંમેશા તત્પર રહીશ. તેમણે અનેક પ્રસંગોએ જૈન શાસનની રક્ષા કરી છે. આ જીવનને આલેખતી કથા એટલે જ શ્રી મfમદ્રમહાલમ્િ | શ્રી માણિભદ્રદેવના જીવનચરિત્રાને આલેખતા ગુજરાતી અને હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે પરંતુ સંસ્કૃતભાષામાં પદ્યમાં રચાયેલું આ સર્વપ્રથમ જીવનચરિત્રો છે. દંડીએ કાવ્યાદર્શમાં મહાકાવ્યનાં લક્ષણો વર્ણવ્યા છે. તેમના કથનાનુસાર સર્ગનિબદ્ધ રચના મહાકાવ્ય છે. તેનો આરંભ આશીર્વાદ, નમસ્કાર અથવા વસ્તુનિર્દેશથી થાય છે. ઐતિહાસિક કથામાંથી ઉદ્ભવેલું તથા ઉત્તમપાત્ર પર આધારિત હોય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી ફળને આપનાર ચતુર અને ઉદાત્ત નાયકવાળું હોય, નગર આદિના વર્ણનોથી શોભતું, રસ તથા ભાવથી સભર, છંદોયુક્ત, હંમેશા અંતે જુદા શ્લોકવાળું, સર્ગબદ્ધ, સારા અલંકારોવાળું તથા આનંદ આપનાર. નાયકના ગુણોનું વર્ણન કરનાર તથા શત્રુઓનો વિનાશ કરનાર, પરાક્રમ અને જ્ઞાન દ્વારા નાયકના ઉત્કર્ષવાળું કાવ્ય સાંભળનારને ખુશ કરે છે. આ તમામ લક્ષણો યુક્ત પ્રસ્તુત માણિભદ્ર મહાકાવ્ય છે. આ મહાકાવ્યમાં ઉપર જણાવ્યા અનુસાર માણિક્યચંદના જીવનના ઉત્કર્ષની કથા વર્ણવવામાં આવી છે. સંસ્કૃતભાષા શાસ્ત્રની ભાષા છે. આ ભાષા ઉત્તમ ભાષા છે. ગીર્વાણ ભાષા-દેવભાષા તરીકે સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. અનેક ઉત્તમ કૃતિઓ આ ભાષામાં આલેખાઈ છે. પરંતુ વર્તમાન સમયે આ ભાષા કઠીન બની છે. આ ભાષાના અભ્યાસ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ રહી છે તેથી આ ભાષાના જાણકારોની સંખ્યા ઘટી રહી છે. ત્યારે સંસ્કૃતભાષામાં પદ્યાત્મક કૃતિની રચના કરવી અત્યંત અનુમોદનીય અને સ્તુત્ય કાર્ય કહેવાય. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ.સા.એ નવસર્ગોમાં આશરે ૫૦૦ જેટલા શ્લોકોની રચના કરી આ મહાકાવ્યની ગૂંથણી કરી છે. આ મહાકાવ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક સર્ગ જુદા જુદા છંદોમાં રચવામાં આવ્યો છે. તેઓશ્રીએ વંશસ્થ, રથોદ્ધતા, ઉપેન્દ્રવજા, તોટક, ભુજંગપ્રયાત, કુતવિલંબિત, ગ્રવિણી, વસન્તતિલકા અને માલિની આદિ છંદોમાં શ્લોકો રચ્યા છે. કવિશ્રીએ કથાનાયક શ્રી માણિક્યસિંહનું જીવનચરિત્ર ખૂબ જ સુંદર રીતે ઉપસાવ્યું છે. તેનાં રૂપનું વર્ણન કરતા શ્લોકો વાંચતા જ માણિક્યસિંહની સુંદર મુખાકૃતિ દૃષ્ટિ સમક્ષ સ્પષ્ટ થવા લાગે છે. તેના ગુણ અને રૂપનો સમન્વય કરતા શ્લોક કવિની કવિત્વશક્તિના ઘાતક છે. યથા તેમની આંખો અને પવિત્રતાની એકમેકતા દર્શાવતો શ્લોક

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 209