Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 12
________________ ગઈ. પાંચ સર્ગ થયા. મોકલ્યા પૂ. સુહૃદૂ મુનિરાજ શ્રીમોક્ષરતિવિજયજી મ.ને. તેમનો જવાબ આવ્યો : ‘ઉટીની ઠંડીમાં કાવ્યની સુગંધ આત્મામાં ઊંડે સુધી ઊતરી રહી છે. આ કાવ્ય સાથે તમારી કાવ્યકલા ખરેખર નવા શિખર સર કરી રહી છે. ગુજરાતી જેવું જ સર્જન તમે સંસ્કૃતમાં પણ કરી શકો છો. આ વિરલ સંજોગ છે. આ શબ્દોથી હિંમત આવી ગઈ. સપાટાભેર નવ સર્ગ પૂરા થઈ ગયા. - સાહિત્યદર્પણમાં લખ્યું છે તે મુજબ ‘નાતિસ્વલ્પા નાતિતીર્ધા: સા મgrfધા રૂ | આઠથી વધુ સર્ગ હોય તો, સવળ્યો મહાવ્યમ્ સર્ગબદ્ધ રચના મહાકાવ્ય બની શકે. આ શરત અનુસાર શરીર તો મહાકાવ્યનું બન્યું જ. મહાકાવ્યનો આત્મા, અલંકાર અને રસયોજના છે, તે બાબતે આ રચના કેટલી સફળ છે તે અંગે મારાથી કશું કહી શકાય એમ નથી. જયાં પૂર્વકવિઓની રચનાનાં પગલાં વંચાય છે ત્યાં વારસદાર હોવાની ગૌરવાનુભૂતિ છે અને જયાં મૌલિકતા જણાય છે ત્યાં સરસ્વતીની કૃપા છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચનદ્રસૂરીશ્વરજી મહારાજા વિના બીજું કોણ હોય જે મારો આત્મા બનીને મને જીવંત રાખી શકે ? આજે વિચાર આવે છે : મહારાજજી હોત તો કેટલા રાજી થાત ? તેમને યાદ કરવાના ન હોય, તેમને નવેસરથી સંવેદું છું, આ રચનાના પ્રાણ તરીકે, અક્ષરે અક્ષરે. સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમવિજયમહોદયસૂરીશ્વરજી મહા રાજા મને કાયમ ‘કવિરાજ' કહીને બોલાવતા. એમનો આ ‘પ્રશમ’ એમની બીનહયાતીમાં આ સંબોધન સાંભળવા ક્યાં જશે ? બીજા કોઈનાં મોઢે આ સંબોધન સ્વીકાર્ય લાગતું નથી. પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમવિજયહેમભૂષણસૂરીશ્વરજી મહા રાજાની છત્રછાયામાં આ રચનાને સાકાર થઈ શકી છે. મારી સંસ્કૃત ભાષાના ઘડવૈયા ઓ ઘણા છે. પૂ.આ.ભ. શ્રીમવિજયનરચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.ભ. શ્રીમદ્વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.ભ. શ્રીમવિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.ભ. શ્રીમવિજયનયવર્ધનસૂરીશ્વરજી મહારાજા, શ્રી રાજેશભાઈ શાંતિલાલ શાહ, આ સૌનાં નામ મારી સંસ્કૃતભાષા પર પથરાયેલા છે. અને ? મારી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 209