________________
मनोगतम्
સાહિત્યશાસ્ત્રમાં દશ પ્રકારના કવિ જણાવ્યા છે. ૧. કવિતાની રચના શીખવા ગુરુકુલની ઉપાસના કરનારો, કાવ્યવિદ્યાસ્નાતક. ૨. મનમાં રચેલી કવિતા મનમાં જ રાખે, વ્યક્ત ન કરે તે હૃદયકવિ. ૩. પોતે રચેલી કવિતા, બીજાનાં નામે ચડાવીને રજૂ કરે તે અન્યાપદેશી.
પુરાણાં કાવ્યોની છાયા હેઠળ રહીને રચના કરે તે સેવિતા. ૫. રચના સારી કરે પરંતુ મોટી રચના ન કરે તે ઘટમાન . ૬. એકાદ પ્રબંધની ઉત્તમ રચના કરે તે મહાકવિ.
અનેક ભાષા, અનેક પ્રબંધો અને અનેક રસની રચનામાં સમર્થ હોય તે કવિરાજ. ૮. મંત્રા વગેરે દ્વારા સિદ્ધિ મેળવીને ક્ષણિક રચના કરી છે તે આવેશિક. ૯. જયારે ઇચ્છા થાય ત્યારે અખંડ રીતે રચના કરી શકે તે અવિચ્છેદી. ૧૦. સરસ્વતીની શક્તિપીઠોમાં સાધના કરી સરસ્વતીના પ્રસાદને મેળવી, સરસ્વતીનું માધ્યમ
બને તે સંક્રામયિતા.
આ દશ પ્રકારના કવિઓમાં પહેલાં પાંચ પ્રકારના કવિ નથી જ બનવું તે નક્કી હતું. છેલ્લાં પાંચમાં ક્યાંય પણ જગ્યા મળે તો સંતોષ થાય, તેવું મનમાં લાગ્યા કરતું. મહાકાવ્ય રચવાની કલ્પના માત્રથી એક થડકાર અનુભવાતો, કદાચ આ લઘુતાગ્રંથિ કે નમ્રતા હશે. રચના છૂટક છૂટક કરવી તે એક વાત છે અને સર્વાગ સંપૂર્ણ મહાકાવ્ય રચવું તે તદ્દન અલગ વાત છે. મહાકાવ્યની કથાવસ્તુ બની શકે તેવા પ્લૉટ જોયા કરતો તેમાં ઉજ્જૈનના માણેકચંદ શેઠની વાર્તા વાંચી. શ્રીલર પ્લૉટ હતો, એકથી વધુ વળાંક આવતા હતા. થયું આ જ કથાવસ્તુ પર કામ કરવું. સારો દિવસ જોઈને કામ શરૂ કર્યું. જોતજોતામાં બે સર્ગ બની ગયા. સંકોચ સાથે પૂ. ભાઈ મહારાજ શ્રીવૈરાગ્યરતિવિજયજીમ ને. બતાવ્યા. તેમણે આપેલી શાબાશી મારો ટેકો બની