________________
વિવેચન : જેમ અમેરિકા, યુરોપ કે ભારતમાં જ્યાં જ્યાં સોનું છે તે સર્વ જગ્યાએ તેનાં લક્ષણો સમાન છે. કોઈ દેશમાં સોનું પીળું અને કોઈ દેશમાં લીલુ એવો ભેદ નથી. ભારતના સોનાને કાટ લાગે અને અમેરિકાના સોનાને કાટ ન લાગે તેવો ભેદ નથી. વળી સોનાની લગડીમાંથી બંગડી, વીંટી, બુટ્ટી જેવા વિવિધ આકારોની વિચિત્રતા ભલે હોય પરંતુ તે દરેકમાં રહેલા સોનાના પદાર્થમાં કોઈ ભેદ નથી.
તે પ્રમાણે લોકાગ્રે વસેલા સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી.
आकाशवदरूपोऽसौ चिद्रूपो नीरुजः शिवः ।
सिद्धिक्षेत्रगतोऽनन्तो नित्यः शं परमश्नुते ॥ १९ ॥ ભાવાર્થ ઃ આકાશની જેમ અરૂપી, જ્ઞાનસ્વરૂપી, નીરોગી, મંગળકારી સિદ્ધિક્ષેત્રમાં રહેલ અનંત અને નિત્ય એવા આ પરમાત્મા પરમસુખને ભોગવે છે.
વિવેચન : આત્માનું સામર્થ્ય કેવું અમાપ છે તે પરમાત્માના સ્વરૂપથી સમજાય છે. જગતનો કોઈ પણ આશ્ચર્યકારી પદાર્થ તેની તોલે આવી શકે તેમ નથી. આવું પરમાત્મસ્વરૂપ ત્યજીને માનવ અત્યંત ક્ષુદ્ર પદાર્થોથી પાછળ દોડ અને હોડ લગાવી રહ્યો છે. આવા પરમાત્માના સ્વરૂપનું માહાભ્ય હળુકર્મી પુણ્યશાળી આત્માને જ આવે છે, કે ઓહો ભવઅનંતમાં આવું દર્શન મળ્યું. અને પોતાને પણ વિશ્વાસ આવે છે, આ જ સ્વરૂપ મારું છે.
માનવ જગતથી સિદ્ધિક્ષેત્ર ઘણું ઘણું દૂર છે. છતાં સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણોથી તેઓ ધરતીના માનવને પૂજનીય છે, ધ્યેયસ્વરૂપ છે. જે ધ્યેયમાં લીન થયેલો યોગી નિર્વાણ પામીને સમય માત્રમાં સિદ્ધક્ષેત્રમાં વાસ કરે છે. અત્યંત દૂર છતાં સમય માત્રમાં તે ક્ષેત્રે પહોંચી જવાય તેમાં પરમાત્માનો અનુગ્રહ છે. અને યોગીનો સામર્થ્યયોગ છે.
આ પરમાત્મા કેવા છે ? ગ્રંથકાર જે પદાર્થો દ્વારા આપણને
મંગલમય યોગ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org