________________
કાળનો પ્રભાવ એટલે મોહનીય કર્મનું સામ્રાજ્ય છે. મોહ નામનો મ સજ્જનતાને પણ હરાવી દે છે. બહારમાં સજ્જન દેખાતો માનવ દુર્જનતા લક્ષણોયુક્ત હોય છે. તેમાં વળી જો સજ્જન કોઈ બાહ્ય ચેષ્ટાથી પ્રભાવિત થઈ ગુરુજનોના દૃષ્ટિરાગમાં ફસાય છે. તો સન્માર્ગને ચૂકી જાય છે.
मोहोपहतचित्तास्ते मैत्र्यादिभिरसंस्कृताः।
स्वयं नष्टा जनं मुग्धं नाशयन्ति च धिग् हहा ॥४॥ ५० ॥ ભાવાર્થ : ખરેખર ધિક્કાર છે. તેમને કે જેઓ મોહથી (દષ્ટિરાગ) હણાયેલા ચિત્તવાળા છે, તથા મૈત્રી આદિ ભાવનાઓથી રહિત છે. કારણ કે તે પોતે નાશ પામ્યા છે. અને અન્ય ભોળાજનોનો પણ નાશ કરે છે.
વિવેચન : દેષ્ટિરાગ એ સંકુચિત વૃત્તિ છે. દષ્ટિરાગનું પાત્ર અનેકની મૈત્રી કે સ્નેહ નહિ પરંતુ એકમાં જ મોહ છે. વળી જેના તરફ દૃષ્ટિરાગ થાય તે સ્વયં તેના પોષણમાં રાગી છે તો ત્યાં પ્રશસ્તપણું ટકતું નથી. આથી મોહજનિત દૃષ્ટિરાગ અન્યોન્ય હાનિકારક છે. ધિક્કારને પાત્ર છે. કારણ કે દૃષ્ટિરાગમાંથી વેષ, ઈર્ષા, મત્સર, અહંકાર જેવા દોષો ઉત્પન્ન થાય છે. ઘણીવાર તો દૃષ્ટિરાગમાંથી જ અરસપરસ સંઘર્ષ પેદા થાય છે.
સંસારના ક્ષેત્રમાં પણ જો અમુકમાં વધુ પ્રીતિ થાય છે તો તે દુઃખદાયક બને છે. અપ્રિયતાનું કારણ બને છે. તે મહાત્મા હોય તો પણ એ અનુયાયીના દૃષ્ટિરાગ વડે લોકેષણા જેવા લોભમાં પડે છે. સામે મળતી વસ્તુઓમાં લોભ પેદા થાય. છે. આમ એક વૃત્તિમાં ફસાયા પછી વૃત્તિઓની વણઝાર તેમના આત્મહિતને હણે છે. વળી મોહ તેમને જણાવા દેતો જ નથી કે તેઓ ખોટું કરી રહ્યા છે. મોહની મીઠાશમાં તેમની ચિત્તશક્તિ હણાઈ જાય છે.
વળી દષ્ટિરાગનું દૂષણ એ છે કે તેમાં સ્વાર્થ અને દ્વેષ ભળે છે. એટલે જીવનના ધર્મનો મર્મ જે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ છે. તે દૃષ્ટિરાગ સ્વયં ગળી જાય છે. મૈત્રી આદિ
૪૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org