Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 204
________________ કોઈ આવશે નહિ, કદાચ તારા પુણ્યયોગ હોય ને કોઈ ઇચ્છા કરે તોપણ સાથે આવી શકે તેમ નથી એવી તારી દયનીય દશા હોય છે. જન્મતાંની સાથે જેમ સગાસ્નેહીઓ સાથે તારું સગપણ નક્કી થાય છે. તેમ મરણકાળે તારી પાછળ રડવાવાળું પણ એક સગાસ્નેહીઓનું ટોળું હાજર હશે, છતાં પણ તારા મરણને કોઈ રોકી નહિ શકે. સિકંદર મરણિયો થઈને પૃથ્વી જીત્યો. હજારોના હયદળ, પાયદળ, હસ્તિદળ અને વિકરાળ સૈન્ય તેણે એકઠું કર્યું હતું, તે સર્વથી વીંટળાયેલા સિકંદરને કાળે ભર યુવાનવયે એક પલકમાં ઝડપી લીધો. અર્થાત્ કાળને કોઈ પણ રોકવા સમર્થ નથી. અર્થાત્ તું એકલો આવ્યો છું એકલો જ જવાનો છે. કોઈ શુભ પ્રસંગે આજે રાત્રે તેં સગાંસ્નેહીઓની વચમાં કેટલાક કાર્યો નક્કી કર્યાં, પણ સંભવ છે કે કાલે પ્રભાતે તું સૂર્યદર્શન પામી ન શકે. પથારીમાં પત્ની પડખે છતાં તું એકલો જ વિદાય થઈશ. આમ મૃત્યુ તને કાલે ઝડપી લેશે તેની ખબર નથી. માટે તું ધર્મને આચરી લે. તું એકલો જઈશ તોપણ ધર્મનું શરણ તને સાથ આપશે. જન્મ-જરા-મરણના દુઃખે ગ્રસિત એવી વિશ્વની જીવ રાશિ મરણ પાસે અશરણ છે. એકલા વિદાય થતાં જીવને ધર્મનો સંસ્કાર ભોમિયો બની સુખદ સ્થાને લઈ જશે. તન, ધન કે પત્ની કોઈ તારાં થઈ શકતાં નથી, પણ તારાં સુકૃત્યો દ્વારા તે ઉપાર્જન કરેલાં પુણ્ય સંસ્કારો તારા થઈને તારી સાથે આવી શકે છે. અથવા શુદ્ધ સ્વભાવ ધર્મની આરાધના તને મુક્તિમાં લઈ જવા સમર્થ છે, માટે જડ ચેતન સર્વ પદાર્થોનો મોહ ત્યજી દે, હળવો બની જા. જેથી તું જન્મ્યો ત્યારે તું રડ્યો હતો અને સૌ હસ્યા હતા, પરંતુ બાજી જ બદલી નાંખે કે તું મરણ પામે ત્યારે તું હસતો વિદાય થાય અને સૌ રડે. ધર્મનો મર્મ એવો છે. “આવા ધર્મનો યોગ થવા છતાં તું તદ્દન ક્ષુદ્ર એવા પત્ની આદિ પદાર્થોનું મમત્વ છોડી દે, એ તો તારા માટે બંધન છે. શા માટે સામે જઈને દુઃખને આમંત્રણ આપે છે તેને બદલે ધર્મને પંથે સ્થિર થા. મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only ૧૯૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222