Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 217
________________ વિશુદ્ધાત્મા વૈરાગ્ય પામી આત્મામાં સમાય છે. संसारवर्त निर्मग्नो धूर्णमानो विचेतनः । अध एव जनो याति निकटेऽपि तटे हहा ! ॥ २०२ ॥ तिर्यग्गोऽयं यथा च्छिन्दन् नद्याः स्यात् पारगः सुधीः । भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः ॥ २०३ ॥ ભાવાર્થ : ખેદની વાત છે કે સંસારરૂપી નદીના વમળમાં ડૂબેલો મનુષ્ય કિનારો પાસે હોવા છતાં પણ ગોથાં ખાતો બેભાન બની નીચે નીચે જ ચાલ્યો જાય છે, પરંતુ જેમ નદીમાં તિરછેંગમન કરતો અને નદીના પાણીને કાપતો કુશળ પુરુષ નદીના પારને પામે છે. તેમ ઉત્સર્ગ અને અપવાદમાં કુશળ મુનિ સંસારનો પાર પામે છે. વિવેચન : મનુષ્યજન્મ એટલે સંસારરૂપી નદીના કિનારે આવેલા નાવ જેવો છે. જો તે ધર્મ આરાધે તો તરી જાય તેમ છે. પરંતુ જેની પાસે ધર્મરૂપી નાવ નથી તે મનુષ્ય નદીમાં ડૂબીને બેભાન બની તળિયે જઈને બેસે છે. પછી તરવાનો કંઈ આરો નથી. પરંતુ જે નદીની સપાટી પર રહી તરે છે તે નદીને કિનારે પહોંચે છે. તે પ્રમાણે સંસારમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહીને મુનિ સંસારનો પાર પામે છે. જે મુનિ ઉત્સર્ગ અને અપવાદ માર્ગની પ્રણાલિને યથાર્થ જાણે છે તે મુનિ યોગ્ય પ્રવર્તન કરી સંસારનો પાર પામે છે. સર્વજ્ઞ પરમાત્માએ આરાધના માટે આ ભેદ બતાવ્યા છે. કારણ કે સર્વજ્ઞ ભગવંતોનો માર્ગ એકાંતિક નથી. પરંતુ ભૂમિકા પ્રમાણે આચરણ બતાવ્યું છે, જેમ કે ભરતાદિ અપવાદરૂપે ગૃહસ્થલિંગે કૈવલ્ય પામ્યા, તેથી કોઈ ગૃહસ્થ પોતાની એવી દશાને માનીને કૈવલ્યને જાહેર કરે તો તે ભ્રમણા છે. અને કેવળ ક્રમને પકડીને ઉત્સર્ગ માર્ગમાં અટકવું પણ ન જોઈએ. ઉત્સર્ગ માર્ગ માટે અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિનો તથા ગુણશ્રેણિનો ક્રમ છે. અપવાદમાં ક્રમ તો છે પણ બાહ્ય પ્રકારમાં કંઈ ભેદ હોય છે. અપવાદરૂપ કૈવલ્ય પામનારની અંતરંગ શુદ્ધિ ખૂબ શીવ્રતાવાળી હોય છે. વળી બહારમાં સાધુવેશ ન પણ હોય. ૨૦૮ મંગલમય યોગ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222