Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 218
________________ પરંતુ અંતરશુદ્ધિનો ક્રમ યથાવત્ હોય છે. અર્થાત્ જ્યાં સુધી આત્માના શુદ્ધ ઉપયોગમાં સ્થિર ન થવાય ત્યાં સુધી બંને માર્ગનો બોધ જરૂરી છે. પોતાની ભૂમિકા છે કે નહિ તેનો ખ્યાલ રાખ્યા વગર કેવળ ચારિત્રાદિની હઠ પકડે તો તે ઉત્સર્ગ માર્ગે અટકી પડે. અને પોતાને અપવાદના માર્ગે લઈ સંસારમાં રહી શિથિલતા પણ સેવવી ન જોઈએ, કે અમે તો સંસારમાં છતાં જ્ઞાનપ્રાપ્તિ કરી શકીએ છીએ, માધ્યસ્થ ભાવે પોતાની દશાને જાણીને આચરણ કરવું. एभिः सर्वात्मना भावैर्भावितात्मा शुभाशयः । कामार्थविमुखः शूरः सुधर्मेकरत्तिर्भवेत् ॥ २०४ ॥ ભાવાર્થ : સુંદર અંતઃકરણવાળા વીર પુરુષો, આ ભાવોથી સંપૂર્ણ રીતે પોતાના આત્માને ભાવિત કરીને કામ તથા અર્થથી પરાભુખ થઈને શુદ્ધ ધર્મમાં જ સંપૂર્ણ લયલીન થવું જોઈએ. વિવેચન જેનું અંતઃકરણ શુદ્ધ છે એવા વીર પુરુષ ઉત્તમ ભાવના વડે આત્મભાવના ભાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષર્થમાં તે યોગીને અર્થ અને કામનું કંઈ પ્રયોજન નથી, તેણે તો શુદ્ધધર્મમાં લીન થઈને મોક્ષ પ્રત્યે પ્રયાણ આદર્યું છે. શુદ્ધ અંતઃકરણ એ મોક્ષમાર્ગનું અમોઘ સાધન છે. : ચિત્તને શુદ્ધાત્મામાં એકાગ્ર કરવાથી ચિત્તની ચંચળ વૃત્તિઓનો નિરોધ થાય છે. અંતરંગ સાધના વડે એ શક્ય બને છે. માનવજીવન અર્થ અને કામથી ભરપૂર છે. તેને માટે તે અનેક પ્રવૃત્તિઓ કરે છે, તેમાં મોહ ભળે છે તેનાથી મુક્ત થવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ધર્મની આરાધના સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે શક્ય બને છે. શુભાશુભ કર્મનો ક્ષય થતાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે, તેને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. અર્થ અને કામ પરદ્રવ્યના સંયોગવાળા છે. તેથી તે સુખનો હેતુ થતાં નથી. મંગલમય યોગ જેનું અંતઃકરણ શુદ્ધ છે, તેનામાં સૌંદર્ય, દાક્ષિણ્ય (કુશળતા) પાપ જુગુપ્સા, અને સદ્ગુરુનો બોધ જેવા ગુણો છે. તે યથાર્થ પ્રગતિ Jain Education International For Private & Personal Use Only ૨૦૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222