Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 219
________________ થવામાં સહાયભૂત થનાર ધર્મનાં લક્ષણો છે. કારણ કે ધર્મ એ કોઈ મંત્ર, તંત્ર કે કલ્પના નથી. પરંતુ આત્માની નક્કર શક્તિ છે. તે દુન્યવી પ્રલોભનોને દૂર કરવા સમર્થ છે. ધર્મને હૃદયમાં ધારણ કરવો કે ધર્મમાં લયલીન થવું એટલે શક્તિ સંપન્ન આત્માને ધ્યાવવો. શુદ્ધ ધર્મનું સ્વરૂપ ગહન છે તેનો બોધ શાસ્ત્ર ગોખવાથી થતો નથી, પરંતુ સદગુરુનિશ્રાથી કે પરમાત્માની ભક્તિથી થાય છે. ધર્મને પામવા મોહાદિને ત્યજવા પડે છે, તેવા મોહજિત થવું તે ભક્તિથી સંભવ છે. इति तत्त्वोपदेशौघक्षालितामलमानसः । निर्द्धन्द्ध उचिताचारः सर्वस्यानंददायकः ॥ २०५ ॥ स्वस्वरूपस्थितः पीत्त्वा योगी योगरसायनम् । निःशेषक्लेशनिर्मुक्तं प्राप्नोति परमं पदम् ॥ २०६ ॥ ભાવાર્થ : જેનું મન આ પ્રમાણે તત્ત્વોપદેશના પ્રવાહથી ધોવાઈને નિર્મળ થયું છે, અને રાગ-દ્વેષથી દ્વિતોથી) રહિત ઉચિત આચારોનું પાલન કરનાર, સર્વને આનંદ આપનાર અને પોતાના સ્વરૂપમાં સ્થિત એવા યોગી યોગરૂપી રસાયનનું પાન કરીને સમગ્ર ક્લેશોથી સંપૂર્ણ રીતે મુક્ત એવા પરમ પદને-મોક્ષને પ્રાપ્ત કરે છે. વિવેચન : ચિત્તને નિર્મળ થવાનો તત્ત્વોપદેશ એ ઉત્તમ ઉપચાર છે. તત્ત્વદૃષ્ટિ એટલે વાસ્તવિક દૃષ્ટિ અથવા સ્વરૂપ દૃષ્ટિ, અન્ય ગમે તેટલા ધર્મ-અનુષ્ઠાન કરે પણ જો તેનામાં તત્ત્વદેષ્ટિ નથી તો તે અનુષ્ઠાનો મુક્ત પંથે અનુસરતા નથી. તત્ત્વદૃષ્ટિમાં સાચાં ધ્યેયનું જ્ઞાન હોય છે. એટલે ચિત્તમાં રહેલી વાસનાની મલિનતા સહેજે સમતી જાય છે. કષાયો મંદ થતા જાય છે. જેમ કે વ્યક્તિને ક્રોધ કે લોભ થાય ત્યારે તે વિચારે છે, અથવા તત્ત્વ દૃષ્ટિ તેને ફુરણા આપે છે કે તારા સ્વભાવ કે સ્વરૂપમાં ક્રોધ કે લોભ છે નહિ, તું તેનાથી ભિન્ન છે, છતાં કર્મપ્રકૃતિના ઉદયમાં તું ક્રોધાદિ કરે છે. તેથી બંધાય છે. તું ઉદયને જાણનારો છે પણ કરનારો નથી તેમ તત્ત્વોપદેશથી તું જાણે છે, ૨૧૦ Jain Education International મંગલમય યોગ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222