Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 221
________________ ક્લેશો નાશ પામે છે. યોગીના આત્મપ્રદેશ મોક્ષમાર્ગને અનુરૂપ પરિણામના યોગનું રસાયણ વ્યાપ્ત થાય છે. એ રસાયણ અમૃત સમાન છે, તેનું પાન કરીને યોગી ક્લેશજનિત રોગોથી મુક્ત થઈ અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરીને પરમપદને પામે છે. તત્ત્વના ઉપદેશ વડે, તેના ચિતન વડે ચિત્ત નિર્મળ બને છે, ત્યારે રાગાદિ વડે ઉત્પન્ન થતા ક્લિષ્ટ પરિણામ શમી જાય છે. દૃષ્ટિવંતને સ્વ-પર આત્મામાં પવિત્રતાના, આનંદસ્વરૂપનાં દર્શન છે. માનવજીવન અહીં સાર્થક બને છે.યોગીજીવન આવું મંગળમય છે. સર્વ મંગલમાં પ્રથમ મંગલ જેમ નવકારમંત્ર છે તેમ સંસારની સમગ્ર જીવરાશિમાં યોગીજીવન મંગળમય, સુખમય, આનંદમય પાવનકારી છે. જેના ત્રણે યોગ બહારના પદાર્થોમાં રમે છે તે પદાર્થોને યોગ વડે ભોગવે તે ભોગી છે. જેના ત્રણે યોગ અંતરમુખ છે. તે યોગી છે. ભોગી પદાર્થનો ઉપયોગ કરે છે. પરંતુ યોગી તેનાથી ભિન્ન રહે છે. અર્થાત યોગી ઉપયોગ કરે છે, ઉપભોગ કરતા નથી માટે જ્ઞાનીને સર્વ વ્યવહારો થયા કરે છે. કતભાવ નથી. અજ્ઞાની સર્વ કર્યા કરે છે. દરેક વ્યવહારમાં હું પણ તે કર્તાપણે રહે છે. અજ્ઞાની બંધાય છે. અજ્ઞાનનો ગમે તેટલો ક્ષયોપશમ હોય તે છતાં તે અજ્ઞાન જ છે. અનુભવજ્ઞાન અંશ માત્ર હોય તો પણ જ્ઞાન જ છે, તેથી જ્ઞાની છૂટે છે. જ છે ૨૧૨ મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222