Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 220
________________ એટલે તને ક્રોધાદિ થતાં નથી. અને અન્યના તેવા પરિણામને તું સાક્ષીભાવે જુએ છે પણ વિચલિત થતો નથી. આમ તત્ત્વદષ્ટિ એ સમ્યબોધ છે. તેથી મને તેના વડે નર્મળ થાય છે. મનની નિર્મળતા કે વિશુદ્ધિ એ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવાનો પ્રાણ છે. વળી તત્ત્વનો ઉપદેશ પણ સાધકને સતત ભાન કરાવે છે કે તું રાગ-દ્વેષ રહિત શુદ્ધ ચેતના છું, તારા સ્વભાવમાં ક્યારે પણ રાગદ્વેષ પેદા થતાં નથી પરંતુ અજ્ઞાનવશ તે સમયની પર્યાય – અવસ્થામાં રાગાદિ થાય છે, ત્યારે પણ તું તેને જાણનારો છે કરનારો નથી તેવો તત્ત્વબોધ તને રાગ-દ્વેષના કંઠથી મુક્ત કરે છે. ઉદય વશ રાગાદિ થઈ જાય તો પણ તું તેનાથી પાછો વળે છે. અને રાગાદિથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપનું તને ભાન વર્તે છે. નિર્મળ ચિત્તવાળો તું આત્મહિતને અનુરૂપ શુદ્ધ આચારનું પાલન કરે છે. તારી દરેક ક્રિયામાં કે ચર્યામાં આત્મહિતથી વિપરીત કંઈ થતું નથી કદાચ ભૂમિકા પ્રમાણે કોઈ ક્ષતિ થાય તો પણ તે શીઘ્રતાથી તું સુધારી લે છે. શ્રાવક હો કે સાધુ તારા આચાર પાલનમાં તું પૂર્ણ ઔચિત્યનું પાલન કરે છે. - સદાચાર કે શુદ્ધાચારની તારી પ્રણાલિથી તું સ્વયં પ્રસન્ન હોય છે તેથી સૌને તારું અસ્તિત્વ આનંદ આપે છે, તારી ઉપસ્થિતિમાં આનંદની લહેર ઊઠે છે, તારી વાણી પણ સૌને આનંદદાયક બને તે છે, આવું જનપ્રિયત્વ તે તારી જીવનની મૂડી છે જેમાં મૈત્રીભાવનાનાં દર્શન થાય છે. આ સર્વ અંતરંગ શુદ્ધિનાં કારણો તને સ્વરૂપમાં સ્થિતિ કરાવવાનાં પ્રેરક બળ છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ થવાથી તારી મુક્તિ સમિપગામી બને છે. મનુષ્યજીવનનું એક મહાન કર્તવ્ય ફલિત થાય છે. ચંચળ કે મલિન મન વડે તેવી સ્થિરતા અસંભવ છે. તત્ત્વોપદેશ તને આત્મદ્રવ્યની પ્રીતિ પ્રત્યે લઈ જાય છે તેથી જગતના પદાર્થોનું લંદ રાગાદિ ટળી જાય છે. અને પૂર્ણ એવા પરમપદની તને પ્રાપ્તિ થાય છે. ફક્ત અમુક પળો જ જો માનવી તત્ત્વદૃષ્ટિ વડે પૂર્ણતાનું લક્ષ્ય કરે તો તેને આત્માનુભવ થાય છે અજ્ઞાનરૂપી અંધકારથી ઉત્પન્ન થયેલા મંગલમય યોગા Jain Education International ૨૧૧ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222