Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 213
________________ સાંભળ, વર્ધમાનકુમાર ગૃહવાસમાં છતાં યોગી હતા, તેમણે સંસારની કર્મકૃત વેલીને નષ્ટ કરવા વધતો પુરુષાર્થ કરવા પ્રવજ્યા લીધી, વનની વાટે ચાલી નીકળ્યા, તેમાં પણ મોક્ષને સાધ્ય કરવા બાર વરસ ઉપરાંત અલ્પ આહારે, અનિદ્રાએ રહ્યા. તું કહે છે કે ધર્મ નિરાંતે કરીશું, હમણાં સંસાર ઠીક ચાલે છે કંઈ દુઃખ નથી. ગજસુકુમાર, જંબુકુમાર, અઈમુત્તાને શું ખબર નહિ હોય કે ધર્મ તો નિરાંતે કે દુ:ખ પડે ત્યારે કરવાનો હોય. સંસારમાં જીવને ધનની જરૂર માતાના ઉદરમાં આવે ત્યારથી પડે છે. પણ તને ખબર છે કે એ ઉદરમાં પણ શાતા આદિના સુખ માટે ધર્મની જરૂર ઉદરમાં આવતાં પહેલાં આગળના જન્મથી હોય છે. અગર તો જન્મથી દરિદ્રતા, દરદ, દીનતા અને દુઃખથી ઘેરાઈ જઈશ. આ પ્રમાણે વિચાર કરીને આ પળે જ કોઈ ગુરુજનો પાસેથી ધર્મની આરાધનાની પદ્ધતિ જાણી લે. જો વર્તમાનમાં ધર્મ વડે પ્રમાદ ત્યજી તું શુદ્ધ થયો તો તારો ભૂતકાળ કે જે તારા કર્મ પ્રમાણે ભવિષ્યનું નજરાણું લઈને આવે ત્યારે તારા કોઈ પૂર્વસંસ્કારો તને ચલિત ન કરે માટે આજે, અત્યારે, આ પળે ધર્મમાં સ્થિર થા. कन्धराबद्धपापाश्मा भवाब्धौ यद्यधोगतः। क्व धर्मरज्जुसंप्राप्तिः पुनरुच्छलनाय ते ॥ १९९ ॥ ભાવાર્થ : જો તું ડોકમાં પાપરૂપી પથ્થર બાંધીને ભવ-સાગરમાં નીચે ચાલ્યો જઈશ તો પછી બહાર આવવા માટે તને ધર્મરૂપી દોરડાની પ્રાપ્તિ ક્યારે થશે ? વિવેચન : તું જાણે છે કે તું મધ્યલોક, મનુષ્યલોકમાં છું તેની નીચે અધોગતિ છે. ઉપર સ્વર્ગભૂમિ છે. તેને ઉલ્લંઘી જાય તો અમારાપુરી છે. અસલમાં તું અમરાપુરીનો વાસ છું, પણ દેહના નેહને પથ્થરની જેમ ડોકમાં બાંધીને ભવસાગરમાં યાત્રાએ નીકળ્યો છે એટલે ડૂબી જવાનો છું. આ એક દેહ તને કેવાં કાર્યો કરાવે છે ? કંઈ લેવાદેવા નહિ ૨૦૪ મંગલમય યોગ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222