Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 206
________________ દુઃખનાં કારણો પુણ્ય-પાપ સ્વતંત્ર તત્ત્વ છે. અન્યોન્ય નિમિત્ત મળતા જીવને એમ લાગે છે કે સુખ કે દુ:ખનો કર્તા હું છું કે અન્ય છે. જગત આખું આમ ચક્રાવામાં ફસાયેલું છે, વાસ્તવિકતાનો ખ્યાલ ન હોવાથી મનુષ્ય આવા ભ્રમમાં ચારગતિના ચક્રાવામાં ઘેરાઈ જાય પોતાની જ કરેલી કરણી વડે આ લાખ ચોરાશી યોનિમાં ફરવાનો વારો આવે છે, તેમાંથી છૂટવાનો ઉપાય માત્ર એક ધર્મ છે. તારી ભૂમિકાએ સત્કાર્યો, સદાચાર અને શીલ છે, જે પછીની ભૂમિકાએ દર્શન આદિ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. માટે કુટુંબ આદિના નિર્વાહની ફરજ બજાવી તું ન્યારો થઈ જા અને પુનઃ પુનઃ તે ચક્રાવાથી છૂટવા ધર્મમાર્ગે ચાલ્યો જા. चलं सर्वं क्षणाद् वस्तु दृश्यतेऽथ न दृष्यते । - अजरामरवत् पापं तथापि कुरुषे कथम् ॥ १९५ ॥ ભાવાર્થ : દુનિયાની સર્વ ચીજો ચંચળ છે, ક્ષણમાં તે દેખાય છે, અને ક્ષણ પછી તે દેખાતી નથી. તો પણ તું તેને અજર-અમર વૃદ્ધત્વ ન માનનારો માનીને પાપને શા માટે કરે છે ? વિવેચન : કહેવાય છે કે “જગત મિથ્યા બ્રહ્મ સત્યમ્” એ એક બહુ મોટું રહસ્ય છે. દુનિયામાં નરી નજરે દેખાતી વસ્તુઓ અસત્ છે. ક્ષણિક છે તેથી મિથ્યા છે. તું તારી થાળીમાં જે રોટલી જુએ છે, ખાય છે, તે ક્ષણવારમાં લોહી-માંસમાં મળ-મૂત્રમાં પરિવર્તિત થશે. તું જે વસ્ત્ર પહેરે છે તે સમય જતાં ચીંથરાં થઈ જશે. તું જે ફૂલો ખીલેલાં જોઈ રહ્યો છું તે અમુક સમયે કરમાઈ જશે, તું આંખ વડે જે દેશ્યો જુએ છે તે પણ પલટાઈ જાય છે. તું સાંભળે છે તે શબ્દો પણ શ્રવણ થઈને વિખરાઈ જાય છે. તારા દેહમાંથી રોજની લાખો કોશીકાઓ ખરે છે અને નવી ઉમેરાય છે. તારા મનમાં કેટલાયે તરંગો ઊઠે છે અને શમે છે. આમ સર્વત્ર ચંચળતા અને નશ્વરતા છે. પદાર્થોની કેવળ અનિત્યતા, કરેલાં પાપોને એકલાએ જ ભોગવવા મંગલમય યોગ - ૧૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222