Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 207
________________ પડતાં દુઃખો, જડ અને ચૈતન્યની ભિન્નતા, જન્મેલાનું મરણ, ઘડીમાં હર્ષ ઘડીમાં શોક, પુણ્યયોગે સુખ અને પાપના યોગે દુઃખ. વળી મહા પ્રલય જેવા સમયે સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ, પહાડ હોય ત્યાં સપાટ મેદાન થઈ જાય અને મેદાન હોય તો પહાડ ઊભો થઈ જાય. આખરે તારા મનના વિચારોની કેવી ક્ષણિકતા કે એક ક્ષણની પણ ત્યાં નિરાંત ન મળે. આમ આખું વિશ્વ ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. અરે ! તારા દેહની અવસ્થા જ યુવાન, વૃદ્ધત્વ આદિ કેટલી બદલાય છે ? તું તારા અનુભવથી વિચાર કે મરણ થતાં છ ફૂટ લાંબો દેહ અગ્નિસંસ્કારના યોગે એક મૂઠીની કાયા બની જાય છે, છતાં તું તો માને છે કે મને વૃદ્ધત્વ તો આવશે નહિ. ચાલીસ પચાસ તો જોતજોતામાં પૂરાં થયાં, વૃદ્ધત્વની નોટિસો શરૂ થઈ. વાળ શ્વેત થવા માંડ્યા, તેને ડાઈ કરીને કાળા કર્યા, આંખે બેંતાળાં આવ્યાં સુંદર ફ્રેમનાં ચશ્માં ચઢાવી દીધાં. દાંત પડવા માંડ્યા. મજાનું ચોકઠું મઢાવી દીધું. અને કાને કંઈ તકલીફ થઈ તો ઈયર ફોન લગાવી દીધા. જાણે વૃદ્ધત્વને ઢાંકી દઉં કે ભગાડી દઉં ? પણ મોઢાની કરચલી અને પગની ચાલ જ બદલાઈ ગઈ ત્યારે તે માંડ માંડ સ્વીકાર્યું કે વૃદ્ધત્વ આવ્યું છે. પણ છતાં ય તું અમર છું, મરવાનો નથી તેમ માનીને બધા ઉપચાર કરવા લાગ્યો. છેવટે યમરાજાની નોટિસો શરૂ થઈ, હૃદયરોગનો હુમલો થયો. લોહીનું દબાણ વધી ગયું કે ઘટી ગયું. પણ અમર રહેવાની ભાવનાથી તે બાયપાસ સર્જરી કરાવી પણ હાય ! આ યમરાજે તને તેડું મોકલી દીધું. છતાં જિંદગીની મિથ્યા માન્યતાને છોડી ન શક્યો. હું વૃદ્ધ થવાનો નથી કે મરવાનો નથી તેમ માનીને દૈહિક વાસના પોષતો રહ્યો, ભૌતિક સામગ્રીની વૃદ્ધિ કરતો રહ્યો. અને ઇન્દ્રિયોનાં સુખોને માણતો રહ્યો. તેમ કરવામાં પાપ છે તેમ માનીને તું કંઈ પાછો ન વળ્યો, કેમ જાણે તારો જન્મ જ એને માટે હોય તેમ પાપપ્રવૃત્તિને સેવતો રહ્યો. હિંસા શું છે તેનું પરિણામ શું છે? તેનો તે કદી વિચાર ન ૧૯૮ મંગલમય યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222