Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 175
________________ સરળતાનો ગુણ તેના સહધર્મી જેવા ગુણોને ખેંચી લાવે છે. સરળ સ્વભાવમાં નમ્રતા હોય છે. સરળતા યુક્ત નમ્રતામાં દેખાવ કે દંભ નથી. બહાર નમ્રતા અને અંદર અહંતા એમ બે બાજુ નથી પણ ચિત્ત જેવું સરળ છે તેવું નમ્ર છે, ભાઈ, આ જગતમાં આવ્યો ત્યારે મૂઠી બાંધીને આવ્યો હતો. હવે ખુલ્લા હાથે જવાનું શું પ્રયોજન છે ? ગુણોના સંસ્કારની ગાંઠ સાથે લઈને જા, જ્યાં જઈશ ત્યાં તને સુખ જ છે. નમે તે સૌને ગમે સૌને નમવું એ અહંકારના મૂળને છેદવાનું સાહસ છે. લળીલળીને પ્રભુને નમનાર પડોશમાં રહેતા મિત્રતા કે ઘરમાં રહેતા વડીલને કેમ નમી શકતો નથી ? ત્યાં તેને અહંકાર આડે આવે છે. હું મોટો છું, વિદ્વાન છું, ધનવાન છું, કંઈક છું, એ અહંકાર એને નમ્રતાનું સુખ લેવા દેતો નથી. પ્રભુની જેમ સૌમાં પ્રભુ જોવા એ કઠણ છે. પ્રભુના ગુણ ગાવા સહેલા છે. સી જીવ છે સિદ્ધસમ કે સર્વાત્મમાં સમદષ્ટિ ઘો.” પણ તે પ્રમાણે વર્તવું અઘરું છે. કારણ કે સાચા અર્થમાં પ્રભુને નમ્યો નથી, જો તને પ્રભુ વહાલા છે તો જે પ્રભુને વહાલા છે તે તને વહાલા હોવા જોઈએ. સંસારની સમગ્ર જીવરાશિ પ્રત્યે પ્રભુને પ્રેમ છે, તું ગણતરી કરે છે. નમ્રતા ગણિતના આંકડાથી રખાતી નથી. તે તો અત્યંત વિશાળ ભાવના છે. અહંકાર તને કોઈની સાથે આત્મિય થવા દેતો નથી. તેથી તને સુખ પણ નથી. નમ્ર ચિત્તવાળો સદા સુખી છે. નમ્રતા જો દેખાવની હશે તો તેમાં દંભ પેસી જશે. બહાર નમ્રતા અને અંદર અહંકાર હોય અથવા મતલબ હોય તો નમ્રતા અને અંદર અહંકાર વર્તે તો નમ્રતા દેખાવની છે, સ્વભાવમય નમ્રતા સુખનું કારણ છે. જેમ આકાશમાં મેઘધનુષ્ય જેવું ગાંધર્વનગર જોઈને જીવ પ્રભાવિત થાય છે, તેમ ઇન્દ્રિય-વિષયોના રંગરાગ જોઈને જીવ તેનાથી પ્રભાવિત થાય છે. ઇન્દ્રિયોનું કાર્ય વિષયો બતાવવાનું છે અને મનજીભાઈ ૧૬૬ મંગલમય યોગ. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222