Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 201
________________ કે રાગદ્વેષના નિમિત્તોને તેમણે ત્યજી દીધા છે. અર્થાત દુઃખનાં કારણોનો જેમણે ત્યાગ કર્યો છે તે યોગી સુખી છે. તે સુખ કોઈ સમ્રાટ પણ પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે સમ્રાટને અનેક પ્રકારની વળગણાઓએ ઘેરી લીધો છે. તે સુખેથી જીવી શકતો નથી. જગતમાં કેવી વિચિત્રતા છે કે જેની પાસે અઢળક સંપત્તિ અને સાધનો છે તે દુઃખી છે. અને જેની પાસે ભૌતિક જગતનું કોઈ સાધન ન હોવા છતાં સુખી છે. “પાણીમેં મીન પિયાસી' જેવી દશા સાર્વભૌમ રાજાની છે. સુખના સાધનોમાં ચારે બાજુથી ઘેરાયેલો હોવા છતાં તે દુઃખી છે. તેવાં સર્વ સાધનોને છોડીને એકાકી વનમાં રહેતો યોગી સુખી છે. કારણ કે દુ:ખના કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન તેણે ત્યજી દીધા છે. તે યોગી સદા સુખી છે પરિગ્રહ રક્ષણનો ભાર નથી. મૂર્છા નથી તેથી યોગી નિશ્ચિત છે. जन्मभूत्वात् पुलिन्दानां वनवासे यथा रतिः तथा विदिततत्त्वानां यदि स्यात् किमतः परम् ॥ १९२ ॥ ભાવાર્થ : જેમ ભીલ વગેરે લોકોને પોતાની જન્મભૂમિ હોવાથી વનવાસમાં આનંદ આવે છે, તેમ તત્ત્વોના જાણકારને પણ વનવાસમાં આનંદ આવે તો પછી તેમને બીજું શું જોઈએ ? વિવેચન : વનમાં જન્મ પામેલા ભીલ વગેરેને જન્મભૂમિનો સ્વાભાવિક સ્નેહ હોય છે. ત્યાંના વાતાવરણ વગેરેથી તેઓ ટેવાઈ જાય છે, તેથી વન હોવા છતાં તેઓ નિર્ભય હોય છે. એવા ભીલને જો કોઈ શહેરના કોઈ શ્રીમંતને ત્યાં એકાદ સપ્તાહ રાખ્યો હોય તો તે મૂંઝાઈ જાય. ગમે તેવાં મિષ્ટાન્ન આપો, સૂવાની સુંવાળી ગાદી આપો, સુગંધી વિલેપન આપો, રૂપાળાં ચિત્રો બતાવો કે સંગીતનો જલસો યોજો, પણ પેલો ભીલ ત્યાં મૂંઝાઈ જાય, અને ત્યાંથી ભાગી જવાનો ઉપાય શોધે. પોતાને સ્થાને આવીને તેને નિરાંત મળે. ભલે તેની પાસે શહેરી શ્રીમંતના નિવાસ જેવાં સાધનો ન હોય પણ તે પોતાની ધરતીમાતા-જન્મદાતા ભૂમિમાં સુખી હોય ૧૯૨ મંગલમય યોગ. WWW.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222