Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 189
________________ સુધરી જશે, અર્થાત્ ભાવિ ઉજ્વળ બનશે. कूटजन्मावतारं स्वं पापोपायैश्च संकुलम् । व्यर्थं नीत्वा बताधापि धर्मे चित्तं स्थिरीकुरु ॥ १८३ ॥ ભાવાર્થ : કૂડકપટ અને પાપના ઉપાયોથી પોતાના આ જન્મને વ્યર્થ ગુમાવીને હજી પણ તું ધર્મમાં ચિત્તને સ્થિર કર. : વિવેચન મુખ્યત્વે પૂર્વના સંસ્કાર, વર્તમાન સંયોગો, અને પોતાની તુચ્છ વૃત્તિઓનું પોષણ, સ્વાર્થ જેવા દૂષણ એ સર્વનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનવશ જીવ જિંદગીને ફૂડકપટથી ભરી દે છે. બુદ્ધિમાન પણ જાણે છે કે તેને ફૂડકપટથી કંઈ મળવાનું નથી. વાસ્તવમાં મળેલું ગુમાવવાનું છે. કચિત પૂર્વના પુણ્યથી તેને આ જન્મમાં કંઈ દુઃખ તાત્કાલિક ન મળે પરંતુ કર્મના વિપાકને ‘દેર છે પણ અંધેર નથી' આ પુણ્યનો કરાર પૂરો થયો કે ફૂડકપટનાં બધાં જ ફળો ચક્રવર્તી વ્યાજ સાથે આવી મળશે. ત્યારે જો દરદ્રતા, અપંગતા, બુદ્ધિમંદતા, અપયશ, રોગાદિ હાજર થયા તો તારા દુઃખમાં કોઈ ભાગ નહિ પડાવે, અને તું છૂટવા માંગે તો પણ છૂટી શકીશ નહિ એ કર્મનાં ફળ હસતા કે રોતા ભોગવ્યા વગર છૂટકો નથી. કદાચ હાલતને પુણ્યના ઉદયમાં આવા દુઃખદ સંયોગોનો ખ્યાલ ન આવે તો તું અન્યની પરિસ્થિતિ જોઈ વિચાર કરજે કે જીવોને આવું દુ:ખ પડવાનું શું કારણ હશે ? મને પણ આવું દુ:ખ આવી શકે ? તને એનો જવાબ ન મળે તો તું કોઈ સન્મિત્ર કે સંતો પાસેથી મેળવી લેજે પણ ચેતી જા, ગયો સમય પાછો નહિ આવે, આવતો સમય સાધી લે. ફૂડકપટ, અસત્ય અને માયા જેવા શબ્દોનું પોત તો સામાન્ય માણસ પણ જાણે છે. નાનાં બાળકો પણ તેને ભૂંડા માને છે. એ શબ્દો સાથે જોડાતા ભાવ અને આચરણ એ જીવનની ક્લિષ્ટતા, અંધારા કૂવામાં ઝંપાપાત કરવા જેવી છે. છતી આંખે અંધાપો છે, તેમાંથી તું શું પસંદ કરે છે ? તને પરિણામ પસંદ નથી તો પછી શા માટે એ પરિણામના થડને પકડીને ઊભો છું, કૂડકપટ કરવામાં તે કેટલા દસકા ગાળ્યા ? સમય વ્યર્થ ગુમાવ્યો, પણ ચેતી હજી ૧૮૦ Jain Education International For Private & Personal Use Only મંગલમય યોગ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222