________________
२४
૦ મંગલકલશ કલા અભ્યાસ પણ કરે છે.
• આ બાજુ-ભરતક્ષેત્રની ચંપાનામની નગરી છે. રાજવી સુરસુંદર તે નગરીનું પાલન કરે છે. તેમને ગુણની આવલી =શ્રેણી જેવી ગુણાવલી નામની રાણી છે.
• રાણી ગુણાવલીએ એકવાર રાત્રીએ સ્વપ્નમાં પોતાના ખોળામાં કલ્પલતા આવતી જોઈ, સ્વપ્નાનુસારે થોડા સમય બાદ તેણીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો, રાજારાણીને આ એક માત્ર સંતાન હતું.
• જન્મોત્સવ કર્યા બાદ પુત્રીનું નામ રૈલોક્યસુંદરી રાખ્યું.
• યૌવન પામેલી ગૈલોક્યસુંદરી સમગ્ર રાજપરિવારને પ્રિય થઈ ગઈ છે.
• એક દિવસ રાજા રૈલોક્યસુંદરીનું લાવણ્ય અને રૂપ જોઈને ચિંતિત થયા. કે આને યોગ્ય વર કોણ મળશે?
• ચિંતિત રાજા અંતેપુરમાં જાય છે. બધી રાણીઓ વાત કરે છે કે આ આપણને એક જ પુત્રી છે અને તે અમને સહુને અત્યંત પ્રિય છે. એનો વિયોગ અમે સહી નહી શકીએ, આથી આપણા જ નગરીના મંત્રી સુબુદ્ધિના પુત્રને કન્યા આપો. જેથી અવારનવાર એ અહીં આવી શકે. આપણે તેને મળી શકીએ.” રાણીઓની વાત રાજાને યોગ્ય લાગી.
• ત્યારબાદ રાજાએ મંત્રી સુબુદ્ધિને બોલાવીને પોતાની પુત્રી તેના પુત્રને આપવાની વાત કરી.
• પોતાનો પુત્ર કોઢી છે એવું મંત્રીએ આજસુધી બહાર પાડ્યું ન હતું. અને આવા કોઢી પુત્ર સાથે રાજકુમારીના લગ્ન કેવી રીતે સંભવે ? માટે મંત્રીએ વાત ટાળવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ, રાજા એ આગ્રહ ન મૂક્યો.
• મંત્રી ઘરે જઈને ચિંતિત થઈ ગયો કે રાજાને ના પણ પડાય તેમ નથી, અને પુત્રને પરણાવાય તેમ પણ નથી.
• મંત્રીને આ આપત્તિમાંથી કોઈ માર્ગ ન સૂઝતા તેણે પોતાના કુલદેવતાની આરાધના શરૂ કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org