________________
४१
મંગલકલશને નીકળી જવા માટે ઈશારા કર્યા. અહીં આંખના ઇસારાની વાત નથી. પરંતુ બીજીવારમાં નીકળી જવા વારંવાર આંખના ઈશારા કર્યા એવું દર્શાવ્યું છે.
મંત્રીના માણસોએ ઈશારા કર્યા એટલે મંગલકલશ ત્યાંથી તરત નીકળી ગયો. ત્યાંથી નીકળવા માટે ત્રૈલોક્યસુંદરીને દેહચિંતાનું કે અન્ય કોઈ બહાનુ આપ્યાનું નિરૂપણ અહીં કરાયું નથી.
•> ત્રૈલોક્યસુંદરીએ પુરુષવેષની માંગણી કરી ત્યારે રાજાએ પોતાની રીતે જ વિચારીને અનુમતિ આપી. અન્ય સ્થળે આ વિષે સિંહસામંતની સલાહ લેવાનો ઉલ્લેખ છે.
પુરુષવેષધારી ત્રૈલોક્યસુંદરી અકલ્પિતકથા કહેવાનું મંગલકલશને જણાવે છે ત્યારે ‘મંગલકલશ તેને ઓળખી જાય છે' એ કથન અહીં કર્યું નથી.
•> મંગલકલશને પકડીને ઉપરના માળે લઈ ગયા પછી ત્રૈલોચસુંદરી પોતે જ તેને લગ્ન સમયે પિતાએ આપેલી વસ્તુઓ સિંહસામંતને વિશ્વાસ માટે દેખાડવાનું કહે છે.
સિંહસામંત ત્રૈલોક્યસુંદરીને ફરી પુરુષવેષ પહેરાવીને વૈરીસિંહ રાજા પાસે લઈ ગયા. ત્યારે ત્રૈલોક્યસુંદરીને બદલે સિંહસામંતે પોતે બનેલી હકીકત રાજાને જણાવી.
> ગુણસુંદર રાજા ચારિત્રનું પાલન કરીને દેવલોકે ગયા.
મિત્ર જિનદત્તે પરદેશ જતા સમયે સોમચંદ્રને દસ હજાર દીનાર ધર્માર્થે આપી, તેના બદલે અહીં સોમચંદ્રે પરદેશ જતા જિનદત્તને ધન આપવાની વાત છે અને બીજાના હાથે ધન વાપરવાને કારણે મંગલકલશના ભવમાં ભાડેથી ૫૨મવાનો અવસર આવ્યો એવું વર્ણવાયું છે. જોકે અહીં વર્ણવેલો આ ઘટક વધુ યોગ્ય લાગે છે. કારણકે, જો મિત્ર સોમચંદ્ર દ્વા૨ા ધનનો સદ્વ્યય કરે તો સોમચંદ્રને તેના દ્વારા મળતા પુણ્યનો માત્ર છઠ્ઠો અંશ જ મળે. એવું પ્રત્યેક ગ્રંથકાર વર્ણવે છે. જ્યારે સોમચંદ્ર મિત્ર દ્વારા ધન વાપરે તો તેમાં તે પુણ્યના પાંચ અંશ મળે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org