________________
४४
વિનંતિ કરી ત્યારે રાજાની આંખોમાં આંસુ આવી ગયા અને રાજાએ કહ્યું કે “તેણે પૂર્વભવમાં કોઈ દુષ્કર્મ કર્યું હશે, જેના પ્રતાપે તેનું શરીર કલંકિત થયું.' બીજે માત્ર રાજાએ વાર્તાલાપની અનુજ્ઞા આપ્યાનું નિરૂપણ છે.
જ્યારે, આ રીતે પ્રસંગ વર્ણન કરવા દ્વારા રાજાનો પુત્રી સ્નેહ દર્શાવ્યો છે અને પ્રસંગ પણ કરૂણ બનાવ્યો છે.
> રૈલોક્યસુંદરીએ બધા છાત્રોનું યથાયોગ્ય બહુમાન કર્યું ત્યારે મંગલકલશને પોતે પહેરેલા બે વસ્ત્રો આપ્યા.
> મંગલકલશે પોતાની કથા કહી ત્યારે બનાવટી આક્રોશ કરવા દ્વારા રૈલોકયસુંદરીએ તેને ઘરની અંદર લઈ આવીને સિંહાસન પર બેસાડ્યો અને સિંહસામંતને પૂછ્યું, “હું જેને પરણી છું તે આજ મારો પતિ છે. હવે મારે શું કરવું જોઈએ?” સિંહે ઉત્તર આપ્યો કે “જો આજ તારો પતિ હોય તો નિઃશંક પણે તેની સાથે વિલાસ કર’ સિંહના જવાબથી ગૈલોકયસુંદરીને લાગ્યું કે તેને હજુ શંકા છે. તે શંકા દૂર કરવા સિંહને રાજાએ આપેલા થાળ વગેરે જોવા ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે મોકલ્યા. ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે તે થાળ વગેરે જોઈને સિંહસામંતને સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો, તેમણે શ્રેષ્ઠીને પુત્રવધૂનું સ્વરૂપ જણાવ્યું, ત્યારબાદ સિંહસામંત પાછો ગૈલોકયસુંદરી પાસે આવ્યો તેની અનુજ્ઞાથી સ્ત્રીનો વેષ પહેરીને રૈલોક્યસુંદરી મંગલકલશની પત્ની તરીકે રહી, તે બન્ને વરવધૂ શ્રેષ્ઠીના ઘરે ગયા. સમાચાર મળતા વિરીસિંહ રાજાએ તે બન્નેને બોલાવી વૃત્તાંત જાણ્યો. રાજાની અનુજ્ઞાથી બન્ને ફરીથી રાજાએ આપેલા મહેલમાં રહેવા લાગ્યા. પૂર્વોક્ત કથાઓમાં આ ઘટક થોડો જુદી નિરૂપાયો છે.
> પરદેશ જતા જિનદેવે મિત્ર સોમચંદ્રને દશહજાર દીનાર આપીને તે ધન સાતક્ષેત્રમાં વિધિપૂર્વક વાપરવાનું જણાવ્યું.
> સોમચંદ્ર અને શ્રીદેવીએ સાધુના સંસર્ગ દ્વારા પ્રાપ્ત થયેલા શ્રાવકધર્મની આરાધના કરી.
> અજિતપ્રભસૂરિજીએ દેવચંદ્રસૂરિજી દ્વારા આલેખિત કથાને આધારે પ્રસ્તુત કથા વર્ણવેલી હોવા છતાં તેમાં ઉપરોક્ત પરિવર્તનો આવશ્યક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org