________________
३७
અહીં ‘પુત્રી પર રુષ્ટ હોવા છતાં પુત્રીની પ્રથમ અને દેખીતી રીતે અનુચિત લાગતી માંગણીને પણ પૂરી કરી દે છે.' એ કથાંશ પુત્રી દ્વારા જણાવાયેલી મંત્રીની લુચ્ચાઈ દ્વારા તાર્કિક બનાવાયો છે.
ક્યારેક કર્તાની વર્ણનશૈલી પણ કથાઘટકનું પરિવર્તન થવામાં કારણરૂપ બનતી હોય છે. દા.ત.મંગલકલશના ત્રૈલોક્યસુંદરી સાથે લગ્ન થયા પછી તે જ્યારે ફરીથી પોતાની નગરી ઉજ્જૈનીમાં પહોંચી જાય છે, તે પછીની કથા મુનિદેવસૂરિજીએ અને તેમને અનુસરેલા મુનિભદ્રસૂરિજીએ ખૂબ ટૂંકાણમાં આપી છે.
તેવી રીતે મુનિભદ્રસૂરિજીની કાવ્યાત્મક શૈલીને કારણે દરેક પ્રસંગો વર્ણન પ્રચૂર કે વાર્તાલાપ સભર બન્યા છે. કથાની શરૂઆતમાં જ ધનદત્ત શ્રેષ્ઠીને ચિંતિત જોઈને સત્યભામા ચિંતાનું કારણ પૂછે છે અને શ્રેષ્ઠી અપુત્ર હોવાનું કારણ જણાવે છે. અજિતપ્રભસૂરિજીએ માત્ર બે શ્લોકમાં વર્ણવેલા આ કથાંશને મુનિભદ્રસૂરિજીએ ૨૫ વસન્તતિલકામાં વર્ણવેલો છે. કથાંશનો આટલો વિસ્તાર થાય એટલે સહજ છે કે તેમાં કોઈક નવો વિકાસ જોવા મળે.
આવી રીતે તત્કાલીન સમાજવ્યવસ્થા, કર્તાના પોત-પોતાના ધાર્મિક આચારો, ગ્રંથકારની અભિવ્યક્તિ વગેરે ઘણા-ઘણા નિમિત્તો દ્વારા કથાઘટકો પરિવર્તનશીલ બનતા હોય છે.
પ્રસ્તુત કથાનકમાં પણ આ રીતે કેટલાક પરિવર્તનો થયા છે. દેવચંદ્રસૂરિજીની મૂળ કથાનો આધાર લઈને મંગલકલશકથામાં થયેલા મુખ્ય પરિવર્તનોનો કૃતિના ક્રમે અભ્યાસ કરીએ, અહીં એ નોંધવાનું કે વર્ણન શૈલીને અહીં પ્રાધાન્ય આપ્યું નથી. કારણ કે પ્રત્યેક રચનાકારની પોતાની એક આગવી શૈલી હોય છે. જો એ વર્ણનશૈલીને પણ આગળ કરી પરિવર્તનો શોધવા જઈએ તો પ્રાયઃ દરેક કૃતિ પોતાની શૈલીને કારણે જુદી જ હોય છે. તેવી જ રીતે કથાને અને કથાના બોધને લોકપ્રિય કે લોકગ્રાહી બનાવવાના આશયથી કર્તાએ ગૂંથેલા કાવ્યાલંકારો પણ પ્રત્યેક કર્તાના સ્વતઃ વિશેષ જ રહેવાના. માટે અહીં અભ્યાસમાં માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org