________________
३८ કથાઘટકોનો જ આધાર લીધેલો છે. અહીં સામગ્રી એકત્રિત કરેલી હોવાથી કથાઘટક ઉપરાંત પણ વર્ણનશૈલીના કે અલંકારોના વૈવિધ્યનો અભ્યાસ કરનારા જીજ્ઞાસુઓને પણ સરળતા રહેશે. (૧) માણિક્યચંદ્રસૂરિજી:
> કથા ઘટકોની દષ્ટિએ માણિજ્યચંદ્રસૂરિજી દેવચંદ્રસૂરિજીને જ અનુસર્યા છે. છતા સ્વરૂચિ અનુસારે કેટલાક પરિવર્તનો કર્યા છે.
> ધનદત્ત શ્રેષ્ઠી સત્યભામાની સલાહથી હંમેશા જિનેશ્વરની પૂજા-ભક્તિ કરે છે–એવું સામાન્ય કથન અહીં થયું છે. જયારે મૂળ કથામાં પહેલા ગૃહજિનાલય અને ત્યારબાદ ગ્રામજિનાલયમાં પૂજા કરવાનું વર્ણન છે.
> આગળ જતા મંગલકલશ આઠ વર્ષનો થાય છે. ત્યારે પિતા ધનદત્ત શ્રેષ્ઠી ઉપવનમાંથી ફૂલ લાવીને ઘરે આવી પરમાત્માની પૂજા કરે છે અને મંગલકલશ તેમને પૂજાની સામગ્રીઓ આપતો જાય છે. અહીં “ઘરે આવીને પૂજા કરે છે તેના પરથી-“ગૃહજિનાલયમાં પૂજા કરતાં હશે” એવું અનુમાન થાય છે.
> અહીં ગૈલોક્યસુંદરીના પિતા કે ચંપાનગરીના રાજાનું નામ સુરસુંદરને બદલે ગુણસુંદર આપ્યું છે.
> રૈલોક્યસુંદરીના વિવાહ માટેની ચર્ચામાં અહીં રાજા અને માત્ર ગુણાવલી રાણી જ છે. જ્યારે મૂળ કથામાં અંતેપુરની સમગ્રરાણીઓ સાથે ચર્ચા કરવાનું વર્ણન છે.
> મંત્રીએ કુલદેવીની આરાધના માટે ત્રણ ઉપવાસ કર્યા.
> “મંગલકલશ સ્થાનપાલકો પાસે પહોંચ્યો ત્યારે મંત્રીનો સ્થાનપાલક તેને અન્ય સ્થાનમાં લઈ જાય છે. પછી સવારે તેને ગુપ્ત રીતે મંત્રી પાસે લઈ જાય છે. આ મૂળ કથાઘટકને તાર્કિક બનાવવા માટે એવું નિરૂપાયું છે કે—સવારે બીજા સ્થાનપાલકો ઘોડાને લઈને દૂર ચાલ્યા ગયા ત્યારે મંત્રીનો સ્થાનપાલક મંગલકલશને મંત્રી પાસે લઈ ગયો.
> મંગલકલશને ચિંતાતુર જોઈને સુબુદ્ધિમત્રી પૂછ્યા વગર જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org