________________
३२
મંગલકલશને ઉપરના માળે લઈ જઈ ગૌરવપૂર્વક સિંહાસન પર બેસાડ્યો. સિંહસામંતને બોલાવીને કહ્યું કે ‘હું જેમની સાથે પરણી છું એ આ જ મારા સ્વામી છે.’ ‘જો આ એ જ હોય તો કોઈ નિશાની વગેરે પરથી સિદ્ધ થાય તો તારા પર કોઈ દોષ ન આવે' એવું સિંહસામંતે જણાવ્યું ત્યારે ત્રૈલોક્યસુંદરીએ મંગલકલશના ઘરે જઈને પિતાએ આપેલા નામાંકિત થાળ વગેરે જોઈ આવવાનું કહ્યું.
આ બાજુ નાશી ગયેલા છાત્રો એ મંગલકલશ પર ક્રોધે ભરાયેલા રાજકુમારની વાત ધનદત્ત શ્રેષ્ઠીને કરી. ધનદત્ત શેઠ આકુલ-વ્યાકુલ થઈ ગયા. ભેટણું લઈને રાજા પાસે પ્રાર્થના કરવા જાય છે. તેટલામાં જ સિંહસામંત તેમના ઘરે આવ્યા.
• ઘરે આવીને સિંહસામંતે શ્રેષ્ઠીને ચિંતામુક્ત થવાનું અને મંગલકલશે લાવેલા થાળ વગેરે દેખાડવાનું જણાવ્યું. ધનદત્ત શ્રેષ્ઠીએ રાજાના નામથી અંકિત થાળ વગેરે દેખાડ્યા ત્યારે સિંહાસામંતને પણ પૂરી ખાતરી થઈ ગઈ.
• પોતાનો સ્રીવેષ કરીને ત્રૈલોક્યસુંદરી મંગલકલશના પગે પડી. ફરી પુરુષવેષ કરીને વૈરિસિંહ રાજા પાસે જઈને સ્વવૃત્તાંત જણાવ્યો. તે સાંભળીને રાજા પણ આશ્ચર્યમુગ્ધ બની ગયા. ત્રૈલોકચસુંદરીને રાજભંડારમાંથી સીવેષ અને અલંકારો આપીને તેને પુત્રી તરીકે સ્વીકારી. રાજાએ અને સિંહસામંતે પોતાના પતિની સાથે રહેવાની અનુમતિ આપી.
• રાજાજ્ઞાથી ધનદત્ત શ્રેષ્ઠી મંગલ માટે પુત્ર-પુત્ર વધૂને ઘરે લઈ ગયા અને મહોત્સવ કર્યો. ત્યારબાદ રાજાએ આપેલા મહેલમા તેઓ રહેવા લાગ્યા.
ત્રૈલોક્યસુંદરીએ પુરુષવેષ પાછો આપવા સિંહસામંતને પિતા પાસે મોકલ્યા.
સિંહસામંતે ચંપાનગરીએ જઈને રાજાને ત્રૈલોક્યસુંદરીનો વૃત્તાંત જણાવ્યો ત્યારે રાજા ખૂબ આનંદિત થયા અને પુત્રી-જમાઈને તેડી લાવવા સિંહસામંતને પાછા ઉજ્જૈની મોકલ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org