Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America

View full book text
Previous | Next

Page 12
________________ ११ ખાસ ફરજ સમજું છું. ૨. ટિપ્પણોમાં અને મૂળમાં અહીં જે જે પુસ્તકોનો મેં ઉપયોગ કરેલ છે તે તમામ પુસ્તકોના સંપાદકોનો, પ્રકાશકોનો અને પુસ્તક આપનાર ઉકત પુસ્તકાલયનો પણ વિશેષ આભાર માનું છું. ૩. ભારતવર્ષની પ્રજાની ગરીબીનું ભારે દુ:ખ અનુભવી જેમનામાં કરુણાનું પ્રેમનું અહિંસાવૃત્તિનું પૂર ઊછળ્યું છે એવા વંદનીય વિનોબાજીએ - પોતે અસાધારણ પ્રવૃત્તિના બોજા નીચે હમણાં હમણાં નિરંતર દબાયેલા રહે છે, આરોગ્ય પણ બરાબર નથી તેમ છતાં - મારી નમ્ર વિનંતિના ધ્યાનમાં લઈ જે પુરોવચન લખી મોકલાવેલ છે તે માટે તેમનો સવિશેષ ઋણી છું એમ કહેવું પૂરતું નથી છતાં તે માટે બીજા કયા શબ્દો લખવા એ જ સૂઝતું નથી. ૪. ગુજરાતથી ઘણે દૂર કૌસાની (જિ. અલમોડા) જેવા તદ્દન એકાંતમાં આવેલા નાના ગામડામાં વસતા અને પોતાની ઉગ્ર સાધનામાં તથા કર્તવ્યનિષ્ઠામાં રહેતા સ્વામી આનંદે આ પુસ્તકની જે પ્રસ્તાવના લખી મોકલેલ છે તે અર્થે તેમનો પણ સવિશેષ આભાર માનવાનું ચૂંકું તો નર્યો નાલાયક જ ગણાઉ. વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીના વારસાને મેળવી પોતાના જીવનમાં યથાર્થ ઉતારનારા એવા શ્રી ભાવેજી અને શ્રી સ્વામી આનંદનો આ પ્રવૃત્તિમાં મને જે સહકાર મળ્યો છે તેથી મારી જાતને પણ હું ધન્ય ધન્ય માનું છું. પૂજ્ય સ્વામી આનંદ સાથે પ્રસ્તાવના લખવા બાબત લાંબો પત્રવ્યવહાર ચાલેલ, તેમણે તો પોતાની જાતને ‘ઢ’ કહી આ કામ કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 272