Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદકીય “મહાવીર વાણી નો પરિચય મહાવીર વાણીની આ પાંચમી આવૃત્તિ, આગલી ચારે આવૃત્તિઓ કરતાં જે ખાસ વિશેષતા ધરાવે છે તે આ છે : ૧. સમગ્ર મૂળનો ગુજરાતીમાં અનુવાદ ૨. અનુવાદ સાથે જ ટિપ્પણો પણ ગુજરાતીમાં ૩. તુલનાત્મક અને વિવેચનાત્મક એમ બે પ્રકારનાં ટિપ્પણી ૪. માનનીય શ્રી વિનોબા ભાવેનું પુરોવચન ૫. માનનીય શ્રી સ્વામી આનંદની પ્રસ્તાવના ૬. મહાવીર વાણીમાં આવેલાં પદ્યોના છંદોનો અને અલંકારનો પરિચય સર્વધર્મસમભાવની વૃત્તિ મનુષ્યમાત્રના જીવનને ઉન્નતિના માર્ગ ભણી દોરી જાય છે. જેમ જેમ એ વૃત્તિ આપણા જીવનમાં વધારે સ્થિર થાય, જામે અને પરિપકવ થાય, તેમ તેમ આપણા જીવનમાં વિશેષ શાંતિ પ્રગટે છે, માણસમાત્ર સાથે-પછી ભલે તે ગમે તે ધર્મ પાળતો હોય – સહાનુભૂતિ અનુભવી શકાય છે, માણસમાત્ર તરફ આપણું નિર્મળ પ્રેમઝરણું વહેવા લાગે છે. ચિત્ત અને ભાવના વિશાળ થતાં જાય છે અને સત્યગ્રહણ માટે, સારગ્રહણ માટે જિજ્ઞાસા વધતી જાય છે. એથી એ રીતે આપણે વધુને વધુ અહિંસાના – તેજસ્વી અહિંસાના – ધર્મને મન, વચન અને શરીરે આચરતાં થઈ શકીએ છીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 272