Book Title: Lakhi Rakho Aarasni Takhti Par Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ વર્તમાનકાળનો મમ્મી-પપ્પાનો બગડી ગયેલો સ્વભાવ ચડે? બુદ્ધિના અભાવવાળી તારી લાચાર અવસ્થામાં મમ્મી-પપ્પાએ તારી કરેલી માવજત ચડે કે બુદ્ધિની અલ્પતાવાળી મમ્મી-પપ્પાની અશક્ત અવસ્થામાં તારા દ્વારા એમની થઈ રહેલી અવગણના ચડે ? દર્શન, કો'ક શાયરની પંક્તિઓ લખીને અત્યારે તો પત્ર પૂરો ‘આટલું અંતર નહો સહવાસમાં; ક્યાંય ખૂટે છે કશુંક વિશ્વાસમાં.” વિચારીને જવાબ લખજે. સ્વસ્થતા ટકાવી રાખવી શી રીતે ? આખરે સહુએ જીવવાનું તો વર્તમાનમાં જ હોય છે ને ? ભૂતકાળ ભવ્ય હતો, સ્વીકારી લીધું. ભવિષ્યકાળ ભવ્ય આવવાનો છે, માની લીધું; પણ વર્તમાનકાળ ખતરનાક અને ભયંકર પસાર થઈ રહ્યો છે એનું શું? મહારાજસાહબ, આપ ખોટું ન લગાડશો. બાકી માત્ર મારી જ નહીં મારા જેવા અનેક યુવાનોની પોતાના મમ્મી-પપ્પા માટે આ ફરિયાદ છે કે એમનો સ્વભાવ બગડતો ચાલ્યો છે. જમાના સાથે તાલમેળ રાખીને જીવવાનું એમને આવડતું જ નથી. નવી પેઢીના માનસને સમજવાની એમની કોઈ તૈયારી જ નથી. ‘જતું કરવાની” ઉદારતા તો એમના લોહીમાં જ નથી. માલિકીનો દાવો આ ઉંમરે જતો કરવાની એમની તૈયારી નથી. માણસ ગમે તેટલો મર્દ હોય પણ રસ્તા પર વળાંક આવે છે ત્યારે એને વળવું જ પડે છે. જો એ વળી જાય છે તો લક્ષ્યસ્થાને પહોંચી જાય છે પણ અભિમાનના તોરમાં જો એ વળવા તૈયાર થતો નથી તો એ કદાચ જાન ગુમાવી બેસે છે. મમ્મી-પપ્પાએ આ સમજવું ન જોઈએ? બદલાયેલા સંયોગોમાં એમણે પોતાનો સ્વભાવ બદલવી ન જોઈએ ? પૂર્વપત્રમાં આપે મને કો'ક શાયરની શાયરી લખી છે ને? આ પત્રમાં હું આપને કો'ક શાયરની શાયરી લખું છું : પ્રથમ આકાર પામે, સંબંધના સ્તર પર લાગણી, ન પામે માવજત મનની, તો એ સંશય થવા લાગે.” મારે માટે આ જ બની રહ્યું છે. બચવાના ઉપાય? મહારાજસાહેબ, આંખ અશ્રુસભર છે, દિલ વ્યથાસભર છે, હૃદય લાગણીસભર છે. આપના તરફથી આવેલા છેલ્લા ચાર પત્રોએ મારી આ સ્થિતિ કરી નાખી છે. મમ્મી-પપ્પાના મારા પરના આટઆટલા ઉપકારોનો આજ સુધી મને કોઈ જ ખ્યાલ જ નહોતો અને આપની સાથે પત્રવ્યવહાર ચાલુ ન કર્યો હોત તો કદાચ જિંદગીની અંતિમ પળ આવી જાત ત્યાં સુધી પણ મને ખ્યાલ ન આવત. આપને જાણીને આનંદ થશે કે આપના ચારેય પત્રો વાંચ્યા બાદ ઘણા વખત પછી ગઈ કાલે પહેલી વાર મમ્મીપપ્પા સાથે એક કલાક પ્રસન્નતાથી વાત કરી. મમ્મી-પપ્પો પણ મારા બદલાયેલા અભિગમથી આશ્ચર્યચક્તિ થઈ ગયાં હોય એવું લાગ્યું. હા, મમ્મી-પપ્પાથી અલગ થઈ જવાના મનમાં ઊઠેલા તરંગ પર અત્યારે તો પૂર્ણવિરામ મૂકી દીધું છે પણ તોય આપને એક વિનંતી કરું છું કે મારા મનમાં ચાલી રહેલા વિચારોના આ ઘમસાણનું આપ મને સમાધાન તો આપવું જ પડશે. ભૂતકાળના એમના ઉપકારો મારે માથે પણ વર્તમાનના એમના કચકચિયા સ્વભાવ સાથે સ્વસ્થતાપૂર્વક જીવવું શી રીતે? ઘરની બાજુમાંથી દસ વરસ પહેલાં ગંગા નદી વહેતી હતી એ કબૂલ, પણ આજે જો બાજુમાંથી દુર્ગંધ ફેલાવતી ગટર વહે છે તો એ ગટરની ઉપસ્થિતિમાં દર્શન, એક નાનકડી પણ અતિ મહત્ત્વની વાત તારા ધ્યાન પર લાવવા માગું છું. શેરડીનો સાંઠો વાંકો હોય છે ને તોય એનો રસ તો મીઠો જ હોય છે. ધનુષ્યની પણછ વાંકી હોય છે ને તોય તીર તો સીધું જ જતું હોય છે. નદીનું વહેણ વાંકું હોય છે ને, તોય એનું પાણી તો મીઠું જ હોય છે. બસ, એ જ ન્યાયે સામી વ્યક્તિનો સ્વભાવ બરછટ હોય છે ને તોય લાગણીસભર ચિત્ત એવા સ્વભાવ સાથે સમાધાનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47