Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ લબાડ સામે લફંગાઈ આચરવા જ તૈયાર છે, કપટી સામે કાવાદાવાબાજ બનવા જ તૈયાર છે. ટૂંકમાં, મન બેવડી ચાલ ચાલી રહ્યું છે. સવ્યવહાર સામે એ સવ્યવહાર આચરવા તૈયાર નથી પણ દુર્વ્યવહાર સામે એ દુર્વ્યવહારે આચરવા જાણે કે રાહ જોઈને જ બેઠું છે. આજે મને ખ્યાલ આવે છે કે પપ્પાએ કાંઈ દરેક વખતે મારી સાથે કઠોર વ્યવહાર જ આચર્યો છે એવું નથી. પપ્પાના વ્યવહારનો અનુભવ મેં જો ઘણી વાર કર્યો છે તો મમ્મીના પ્રેમાળ વ્યવહારનો અનુભવ મારી પત્નીને પણ ઘણીય વાર થયો જ છે છતાં મન એ સવ્યવહાર કે પ્રેમાળ વ્યવહારની નોંધ લેવા તૈયાર નથી અને કઠોર વ્યવહાર કે કર્કશ વ્યવહારને ભૂલવા તૈયાર નથી. મહારાજસાહેબ, આ વાસ્તવિકતા પર વિચારતાં તો એમ લાગી રહ્યું છે કે મમ્મી-પપ્પા દ્વારા મારી સમજણની અવસ્થામાં થયેલા ઉપકારો પણ જો હું કટોકટીના સમયમાં ભૂલી રહ્યો છું તો પછી મારી સમજણની અવસ્થા નહોતી એ વખતે એમના દ્વારા મારા પર થયેલા ઉપકારોનો તો મને જિંદગીભર ખ્યાલ પણ ક્યાંથી આવવાનો? અને જો ઉપકારોનો ખ્યાલ જ નહીં આવે તો એ ઉપકારોનો બદલો વાળવાનું તો મારે માટે શક્ય જ શું બનશે ? ખૂબ મૂંઝવણ અનુભવું છું હું આ વિચારણા પર. વાત સાંભળતાં એના પપ્પા ધ્રૂજી ઊઠ્યા. ‘પણ બેટા ! કાંઈ કારણ?” કારણ કાંઈ નહીં. મેં તમને મારે જે કહેવા જેવું હતું એ કહી દીધું છે. તમારે આ ઘર છોડી દેવાનું છે.' ‘પણ જાઉં ક્યાં ?' ‘એ તમારે વિચારવાનું છે.' ‘તારી મમ્મી ગુજરી ગઈ છે. મારી પાકટ વય થઈ છે. આ સ્થિતિમાં ઘર છોડીને બીજે હું જાઉં ક્યાં? અને કરું પણ શું ? ‘મેં તમને કહી દીધું ને કે તમારે આ ઘરમાં હવે રહેવાનું નથી ! બસ વાત પૂરી થઈ જાય છે.” કદાચ ૭O}૭૫ વરસની વયે પહોંચેલો એ બાપ આખી રાત પથારીમાં તરફડતો રહ્યો. એની આંખમાંથી વહેલાં આંસુઓની ગંગાએ એનું ઓશીકું ભીનું કરી નાખ્યું. બીજે દિવસે સવારે એ ઘરમાંથી બહાર નીકળ્યા, ગયા પોતાના જૂના મિત્રને ત્યાં. વ્યથિત હૈયે અને રડતી આંખે મિત્રને એમણે દીકરાનો ઑર્ડર સંભળાવ્યો. “દીકરાએ આવું કહી દીધું ?' ‘હા’ ‘કારણ ?' મને ખબર નથી.’ ‘ચિંતા ન કરો. હમણાં અહીં આવ્યા જ છો તો જમી લો. આપણે બન્ને સાથે જ જઈએ છીએ.” ‘પણ ક્યાં ?' ‘તમારા ઘરે.' ‘શું કરશો ?' ‘જે બને તે જોયા કરજો.' ચારેક કલાક બાદ બાપ અને એમનો મિત્ર, બન્ને પહોંચ્યા ઘરે. રવિવાર હતો એટલે દીકરો ઘરે જ હતો. બાપની હાજરીમાં જ મિત્રે દીકરાને બોલાવ્યો. ‘તારા પપ્પાને ઘર છોડીને જવાનો ઑર્ડર તેં કર્યો છે?” ‘હા.' *કારણ ?” ‘અમારા બાપ-દીકરાના વ્યવહારમાં તમારે વચ્ચે પડવાની કોઈ જ જરૂર નથી.” દર્શન, થોડાક જ વખત પહેલાં મુંબઈના ધનાઢ્ય વિસ્તારમાં બની ગયેલો એક પ્રસંગ તું વાંચી લે. સ્તબ્ધ થઈ જઈશ. રાતે નવેક વાગ્યાના સમયે સૉફાસેટ પર બેસીને પેપર વાંચી રહેલા પપ્પાને એના ડૉક્ટર બનેલા દીકરાએ કહી દીધું : “પપ્પા, એક વાત સાંભળી લો.' ‘શું ?' ‘આજથી બરાબર ત્રીજા દિવસે સવારના નવ વાગ્યા પહેલાં તમારે આ ઘર છોડી દેવાનું છે.' ધરતીકંપ થાય અને મકાન જે રીતે ધ્રુજી ઊઠે એ રીતે દીકરાની આ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47