Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ એક જ વિનંતી કરું છું આપને કે મારા આ દઢ નિર્ધારમાં અને દઢ સંકલ્પમાં મને કાયમ માટે ટકી રહેવાનું મન થાય એવા આપ આશીર્વાદ પાઠવશો. અને હા, મારી પત્ની આમ તો સુશીલ છે, ખાનદાન છે, સમજુ છે, ગુણિયલ છે, કૃતજ્ઞ છે; છતાં એનું અંતઃકરણ પણ મમ્મી-પપ્પા પ્રત્યેના સદૂભાવથી હર્યુંભર્યું બન્યું રહે એવી નાનકડી હિતશિક્ષા એને માટેય પાઠવશો. આખરે તો એય સ્ત્રી છે, મારા દીકરાની મમ્મી છે. એક મમ્મી બીજી મમ્મીના દિલને સમજી જાય એટલે મારા ઘરમાં નંદનવન સર્જાયું જ સમજો. મહારાજસાહેબ, આપે છેલ્લા બે પત્રમાં લખેલા દૃષ્ટાન્ત વાંચીને હું સાચે જ ખળભળી ઊઠ્યો છું. આપ નહીં માનો પણ મારા મનમાં એક જાતનો ડર પેસી ગયો છે. રખે, મમ્મી પપ્પા પાસે મારો ભૂતકાળ ઉખેળાવવામાં હું સફળ બની પણ જાઉં અને એમાંય આવી જ કો’ક કથા ધરબાયેલી હોય તો ? મારી તો હાલત બગડી જાય, મારાં તમામ સુખ-ચેન રવાના થઈ જાય, મારી પ્રસન્નતા અને મસ્તી ગાયબ થઈ જાય, કારણ કે મમ્મી-પપ્પાને યુવાનીના જોરમાં, બુદ્ધિના નશામાં અને અહંના કેફમાં મેં કેટલાં હેરાન કર્યા છે, દુઃખી કર્યા છે અને સતાવ્યાં છે એની તો મને એકલાને જ ખબર છે. ક્યારેક તો મેં મમ્મી-પપ્પાનાં મોતનીય કામના કરી છે તો જીવનની કો' કે નબળી પળોમાં મમ્મી-પપ્પાનાં ખૂનનો વિચાર પણ મારા મનમાં આવી ગયો છે. આવો કૃતજ્ઞ, નીચ અને નાલાયક હું મમ્મી-પપ્પાના મારા પરના અગણિત ઉપકારોને જાણ્યા પછીય સ્વસ્થ રહી શકું કે મસ્ત રહી શકે એવી કોઈ જ શક્યતા નથી. આપે ભલે મને પડકાર્યો હોય, પણ આપનો એ પડકાર મારે ઝીલવો નથી. મારા ભૂતકાળની કોઈ જ કથા મમ્મી-પપ્પા પાસે મારે જાણવી નથી. હું તો એ કથા જાણ્યા વિના જ મમ્મી-પપ્પાને અત્યારે સમર્પિત થઈ ગયો છું. એમની પ્રસન્નતા એ જ મારી પ્રસન્નતા'ને મારા જીવનનો મુદ્રાલેખ બનાવી બેઠો છું. મનની ખરલમાં ક્રોધ અને વેરને ઘૂંટતા રહીને આજ સુધીમાં મેં મારા જીવનને જે નુકસાન કર્યું છે એ નુકસાનનો ભોગ હવે પછી ક્યારેય ન જ બનવાનો દૃઢ નિર્ધાર હું કરી ચૂક્યો છું. મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે જેને વાતેવાતે ઓછું જ લાગ્યા કરે છે એની સાથે પ્રસન્નતાનાં લગ્ન શક્ય નથી અને એ ખ્યાલના હિસાબે જ મમ્મી-પપ્પા તરફથી કોઈ પણ પ્રકારની મારી અપેક્ષા પૂર્ણ નહીં પણ થાય તોય, મારી અપેક્ષાની સર્વથા ઉપેક્ષા થશે તોય, મારી અગવણના થશે તોય, મારા અહં પર ફટકા પડશે તોય, મારાં સુખ-સગવડો પર કાપ મુકાશે તોય મનમાં એની નોંધ ન લેવાનો દઢ સંકલ્પ હું કરી ચૂક્યો છું. દર્શન, તારો પત્ર વાંચી મારું હૈયું ભરાઈ ગયું. પત્રવ્યવહારની શરૂઆત વખતની તારી મનઃસ્થિતિ કેવી હતી, અને પત્રવ્યવહારની સમાપ્તિ ટાણેની તારી મનઃસ્થિતિ કેવી છે ? કૃતધ્વભાવનું સ્થાન કૃતજ્ઞભાવે લઈ લીધું હોય એમ મને સ્પષ્ટ લાગે છે. બુદ્ધિનું સ્થાન હૃદયને અને તર્કનું સ્થાન લાગણીને આપવામાં તું સારો એવો સફળ બન્યો છે એવું સ્પષ્ટ અનુભવાય છે. તને મારા અંતરના આશીર્વાદ છે કે તારી અત્યારની ભાવુકતા કાયમ માટે ટકી જ રહે, તારું વર્તમાનનું વિચારપરિવર્તન અને હૃદયપરિવર્તન સાચા અર્થમાં જીવનપરિવર્તન કરનારું બની રહે અને હા, તારી પત્ની માટે તેંહિતશિક્ષા મંગાવી છે તો એ અંગે એને શું લખુ ? માત્ર એટલું જ કહીશ એને કે એ સતત પોતાની આંખ સામે પિયરમાં રહેલી પોતાની મમ્મીને રાખે અને પોતય ભવિષ્યમાં સાસુ બનવાની છે એ ખ્યાલમાં રાખે, આ બે ચીજ એ સ્મૃતિપથ પર રાખતી રહેશે તો મમ્મી-પપ્પા પ્રત્યે અહોભાવ ટકાવી રાખવામાં અને ખાસ વાંધો નહીં આવે. શું કહું તને ? મારા તરફથી કહેજે એને કે કોઈનાય પ્રત્યે કડવા બન્યા રહીએ છીએ ત્યારે ધીરેધીરે એ કડવાશની લાશ જાતે જ ઊંચકવાનો વારો આવીને ઊભો રહે છે. કુદરતના આ સનાતન સત્યને એ પ્રતિપળ નજર સમક્ષ રાખે. અલ્પ ભૂતકાળ ધરાવતો બાબો લાગણીનો અધિકારી છે તો અલ્પ ભવિષ્યકાળ ધરાવતાં મમ્મી

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47