Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ લક્ષ્યવાળું બનાવજે. તારા હૃદયની લાગણી માત્ર મા-બાપ, પત્ની કે પુત્ર પૂરતી જ સીમિત ન રહેતાં જગતના જીવ માત્ર સુધી ફેલાતી રહે એ અંગે ખાસ સાવધ રહેજે. અને કૃતજ્ઞતા, ઉદારતા વગેરે ગુણોના સહારે તું તારા આત્માને વહેલામાં વહેલી તકે સર્વકર્મ મુક્ત બનાવવામાં સફળતાને વરજે. મારા અંતરના તને આશીર્વાદ છે. મહારાજ સાહેબ, અત્યારે હૈયું સ્તબ્ધ છે, આંખો સ્થિર છે, દિલ અહોભાવથી વ્યાપ્ત છે. એટલું જ કહીશ આપને વિદાયની આ પળે કે જિંદગીમાં આપને ક્યારેય ‘દર્શન કૃતજ્ઞતાનો શિકાર બનીને નમકહરામ બની ગયો છે' એવા શબ્દો સાંભળવા નહીં જ મળે. એક વખતના કૃતની દર્શનની, આજે તજ્ઞ બની ગયેલા દર્શન તરફથી આપને આ પાકી ગૅરન્ટી છે. દર્શન, પત્ર વાંચ્યો. પત્રવ્યવહારના માધ્યમે હૃદયપરિવર્તન અને વિચાર પરિવર્તન સુધી પહોંચી ગયેલા તારે હવે જીવનપરિવર્તન માટે સર્વ ફોરવવાનું છે એ ખાસ ખ્યાલમાં રાખજે. બાકી, ગુણસ્મરણ માટે મનને તૈયાર કરવું હજી સહેલું છે પણ ઋણસ્મરણ માટે મનને તૈયાર કરવાનું કામ સાચે જ કપરું છે. તું તારા મનને એ માટે તૈયાર કરી શક્યો છે એ બદલ તનેય ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. અને તારા આ સમ્યક્ અભિગમમાં તને સાથ-સહકાર આપવા તૈયાર થઈ ગયેલી તારી પત્નીનેય ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. પત્રવ્યવહારની સમાપ્તિના ટાણે એક વાત તને ખાસ યાદ કરાવવા માગું છું. સંસારના ક્ષેત્રે મા-બાપના ઉપકારોની તોલે કોઈનોય ઉપકાર આવતો નથી એ વાત સાચી છે પણ મા-બાપ કરતાંય ગુમરાહ જીવનને સન્માર્ગે લાવી દેનારા ગુરુદેવનો ઉપકાર અને એમના કરતાંય જગતના જીવમાત્રપર અનંત કરુણા વરસાવનાર પરમાત્માનો ઉપકાર તો શબ્દોનો વિષય જ બને તેમ નથી. આ હકીકત તું તારા જીવનની પ્રત્યેક પળે સ્મૃતિપથમાં રાખજે, કારણ કે આ જીવને રાગની ભાષા જેટલી સમજાય છે એટલી પ્રેમની ભાષા નથી સમજાતી અને પ્રેમની ભાષા જેટલી સમજાય છે એટલી કરુણાની ભાષા નથી સમજાતી. મા-બાપની ભાષામાં રાગ કેન્દ્રસ્થાને હોય છે, ગુરુદેવની ભાષામાં પ્રેમ કેન્દ્રસ્થાને હોય છે તો પરમાત્માની ભાષામાં કરુણા કેન્દ્રસ્થાને હોય છે. આ ત્રણેય ભાષાની લિપિ ઉકેલવામાં તું ક્યારેય થાપ ન ખાતો અને ત્રણેય ભાષામાં કઈ ભાષાને કેટલું પ્રાધાન્ય આપવું એનો વિવેક દાખવવામાંય તું ઊણો ન ઊતરતો. માત્ર દુખની ચિંતા કરી દેનાર મા-બાપ દોષની ચિંતા કરતાંય થઈ જાય એ માટે તું સતત પ્રયત્નશીલ બનજે. મોત સુધીના જ સુખની ચિંતા કરીને અટકી જનાર મા-બાપ મોત પછીના સુખનીય ચિંતા કરતાં થઈ જાય એ અંગે તું એમને સતત સાવધ કરતો રહેજે. તું ખુદ તારા જીવનને કેવળ દુઃખમુક્તિના લક્ષ્યવાળું ન બનાવતાં દોષમુક્તિના 93

Loading...

Page Navigation
1 ... 45 46 47