Book Title: Lakhi Rakho Aarasni Takhti Par Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 1
________________ સ્વભાવને ક્યાં સુધી સહન કરે ? સાચું કહું ? સાંજ પડ્યે ઓફિસેથી ઘરે આવતાં આનંદ થવો જોઈએ એને બદલે મને ભાર લાગે છે. આપ જ કહો, આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ ? સાથે રહું તો સંઘર્ષ ચાલુ રહે છે, શાંતિ મેળવવી હોય તો જુદાં થવું અનિવાર્ય છે. દર્શન, મહારાજસાહેબ, એક અતિ ગંભીર સમસ્યા લઈને આપની સામે આવ્યો છું. જો નહીં ઉકેલાય આ સમસ્યા તો એનું કટુ પરિણામ શું આવશે એની હું ખુદ કલ્પના કરી શકતો નથી પણ મને માત્ર આશા જ નહીં, પૂર્ણ શ્રદ્ધા છે કે આપના તરફથી મળનારું સમ્યફ માર્ગદર્શન આ સમસ્યાનું સમાધાન કરી જ આપશે. સમસ્યા એ છે કે મારાં મમ્મીપપ્પા આજે પ્રૌઢાવસ્થા વટાવી ચૂક્યાં છે. હું છું ત્રીસનો તો મમ્મી-પપ્પા છે પાંસઠસિત્તેરેનાં. નાની નાની બાબતમાં પપ્પા સાથે મારે અને મમ્મી સાથે મારી પત્નીને મતભેદ પડ્યા જ કરે છે. મારી વાત સમજી શકે એવી પપ્પા પાસે બુદ્ધિ નથી તો મારી પત્નીની વાત સમજી શકે એવી મમ્મી પાસે અક્કલ નથી. બળદગાડાના યુગમાં મમ્મી-પપ્પા જમ્યાં છે અને કયૂટર યુગમાં અમે જમ્યાં છીએ. અમે જેટલું દૂરનું જોઈ શકીએ છીએ અને વિચારી શકીએ છીએ એટલું દૂરનું મમ્મી-પપ્પા જોઈ શકતાં નથી અને વિચારી શકતાં પણ નથી. આને કારણે ઘરમાં સતત સંઘર્ષો થયા જ કરે છે. મને ઘરની બહાર ચાલ્યા જવાનું મન થાય છે તો મારી પત્ની વારંવાર પિયર ચાલ્યા જવાની ધમકી આપ્યા કરે છે. મેં એક વાર તો મમ્મી-પપ્પાને કહી દીધું કે અમને અમારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે જીવો. તમારે આ ઉંમરે આખરે જોઈએ પણ શું ? ત્રણ ટાઇમ જમવાનું વ્યવસ્થિત થઈ જાય, બેસવા-સૂવા માટેની નાનકડી ઓરડી મળી જાય, પહેરવા માટે સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો મળી જાય, બસ, પત્યું. હું તમારી આ બધી વ્યવસ્થા ગોઠવી દઉં પછી તો તમે આ ઘરમાં શાંતિથી રહો ! દરેકેદરેક બાબતમાં અભિપ્રાય આપવાની અને સલાહ આપવાની તમને જે ટેવ પડી ગઈ છે એના પર થોડોક તો કાબૂ રાખો ! પણ વ્યર્થ ! એમના સ્વભાવમાં આંશિક પણ સુધારો નથી. મને એમ લાગે છે કે કાં તો હવે અમારે મમ્મી-પપ્પાથી જુદાં થઈ જવું જોઈએ અને કાં તો કડક થઈને મમ્મી-પપ્પાને ચૂપ થઈ જવાની નોટિસ આપી દેવી જોઈએ. આખરે સહન કરવાની પણ એક હદ હોય ને? હા, હું કદાચ એમનો દીકરો હોવાને નાતે એમનો આવો બેકાર સ્વભાવ નભાવી લઉં પણ મારી પત્ની કે જેની કોઈ ભૂલ જ નથી એ મમ્મી-પપ્પાના શુદ્ર તારો પત્ર વાંચ્યો. એક વાત તો સ્પષ્ટ લાગે છે કે બુદ્ધિના અભાવથી તું પીડાતો નથી પણ બુદ્ધિના દુરુપયોગથી તું પીડાય છે, નહિતર પ્રચંડ ઉપકારી એવાં મમ્મીપપ્પા માટે તું આવી લખી શકે ખરો ? બળદગાડાના યુગમાં મમ્મી-પપ્પા જન્મ્યાં છે એ તારી વાત સાચી પણ એ જ મમ્મી-પપ્પા તારે માટે જન્મદાતા પણ બન્યાં છે અને જીવનદાતા પણ બન્યાં છે એનો તને ખ્યાલ છે ખરો ? મમ્મી-પપ્પામાં અત્યારે કદાચ તારા કરતાં બુદ્ધિ ઓછી હશે પણ તું જમ્યો ત્યારે તારામાં બુદ્ધિ હતી જ નહીં એ તો તારા ખ્યાલમાં છે ને ? જન્મના શરૂઆતના દિવસોમાં કપાળ પર કાગડો બેસીને ચાંચ મારીને તારી આંખ ફોડી નાખત તોય એને ઉડાડવાની તારામાં અક્કલ પણ નહોતી અને તાકાત પણ નહોતી એ તો તું સ્વીકારે છે ને ? પોતાની તમામ જાતની અનુકૂળતાઓને અવગણીને પણ મમ્મીએ તારી સુખાકારીની ચિંતા કરી છે એ તો તારા ખ્યાલમાં છે ને ? અરે, જન્મ આપ્યા પછીની મમ્મીની કાળજીની વાત છોડ. તું એના પેટમાં હતો એ વખતે એણે આપેલા ભોગને તું માત્ર યાદ કરી લે. કૃતજ્ઞતાનું લોહી તારા શરીરમાં વહેતું હશે તો તારી આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગશે. હું તને જ પૂછું છું. તું માત્ર એક નાનકડી ચોપડી હાથમાં રાખીને નવ દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર કરી શકે ખરો? એક પળ માટેય ચોપડી ક્યાંય મૂકવાની નહીં અને છતાં સતત પ્રસન્નતા ટકાવી રાખવાની. આ તારે માટે શક્ય છે ખરું ? જો ના, તો મારે તને એટલું જ કહેવું છે કે નવનવ મહિના સુધી પેટમાં રાખીને તારી મમ્મીએ તારો ભાર વેઠ્યો છે. એ ગાળામાં એને કદાચ મરચાં ભાવતાં હતાંPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 47