Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 4
________________ సుడు બની રહ્યાં તો તું જીવન ટકાવી શક્યો, અન્યથા તારું જીવન ટકવાનું મુશ્કેલ બની જાત. હજી એક બીજી વાત. તારા જીવનમાં આજે એવાં કોઈ ગલત વ્યસનો નથી કે ગલત દૂષણો નથી, એનો યશ પણ જાય છે મમ્મી-પપ્પાની કાળજી અને જાગૃતિને ફાળે. અણસમજની નિર્દોષ વયમાં તારું જીવન કુસંસ્કારોથી ખરડાઈ ન જાય એ માટે તારાં મમ્મી-પપ્પાએ તને ગલત મિત્રોથી દૂર રાખ્યો છે. તેને વ્યસનોથી દૂર રાખવા એવાં સ્થાનોમાં એમણે તને જવા જ નથી દીધો. નથી તને એમણે ગાળો બોલવા દીધી કે નથી તને એમણે ચોરી કરવા દીધી. કિશોરવયમાં તારી પવિત્રતા ખરડાઈ ન જાય એ માટે એમણે તને નથી ગંદા સ્થાનોમાં જવા દીધો કે નથી એમણે તને ગંદાં પિશ્ચરો જોવા દીધાં. હા, અણસમજની વયમાં પણ તારાં મમ્મી-પપ્પા તને દેરાસર લઈ ગયા છે, પરમાત્માનાં દર્શન તને કરાવ્યાં છે, ગુરુભગવંતના આશીર્વાદ તને અપાવ્યા છે, પવિત્ર પુરુષોનાં જીવનનાં વર્ણન તને સંભળાવ્યાં છે, તીર્થયાત્રાઓ કરાવી છે, પાઠશાળાઓમાં તને દાખલ કર્યો છે, ભંડારમાં તારે હાથે પૈસા નખાવ્યા છે. ટૂંકમાં, એક પણ કુસંસ્કાર તને સ્પર્શી ન જાય અને સુસંસ્કારોના ઢેરના ઢેર તને વારસામાં મળી જાય એ માટે મમ્મી-પપ્પાએ પોતાનાથી થાય એટલા તમામ પ્રયત્નો કર્યા છે. જન્મ પછી તારું જીવન ટકી ગયું છે એમાં જો મમ્મી-પપ્પાની તારા પ્રત્યેની લાગણી કામ કરી ગઈ છે તો આ જીવનમાં તું શેતાન, લબાડ કે ગુંડો ન બનતાં સદાચારી અને સજ્જન બન્યો રહ્યો છે એમાં મમ્મી-પપ્પાની તારા પ્રત્યેની કાળજી કામ કરી ગઈ છે. એટલું જ પૂછું છું તને કે છે તારી પાસે આ સ્પષ્ટ, સ્વચ્છ અને સત્ય દર્શન? છે તારી પાસે આ સમ્યક દર્શન કરી શકે તેવી નિર્મળ દૃષ્ટિ? દર્શન, તને કદાચ એમ લાગતું હશે કે “મારા એક જ પત્રના પ્રત્યુત્તરરૂપે મહારાજ સાહેબે ચાર ચાર પત્રો લખી દીધા. નથી મને આ અંગે રૂબરૂ બોલાવતા કે નથી મારા બીજા પત્રની રાહ જોતા ! કમસે કમ મારી પરિસ્થિતિ એમણે વ્યવસ્થિત જાણવી તો જોઈએ ને ? મનેય બોલવાની તક આપવી તો જોઈએ ને ? આ તો જાણે કે મમ્મીપપ્પા સર્વથા નિર્દોષ જ છે અને હું એકલો જ ગુનેગાર છું એમ સમજીને જ મહારાજ સાહેબ મને સતત સલાહ આપ્યું જાય છે. આ ઠીક નથી થતું.” બની શકે કે તારા મનમાં આવી ગડમથલ ચાલતી હોય પણ હું તને ખાતરી સાથે કહું છું કે તારી બધી જ વાતો સાંભળીશ. તારી વેદના અને વ્યથા અચૂક જાણીશ. તારા ઉકળાટને અને આવેશને સમજવા ચોક્કસ પ્રયત્ન કરીશ. તારી આંખનાં આંસુ પાછળ ધરબાયેલા આક્રોશની અચૂક કદર કરીશ; પણ એ પહેલાં મારે તને જે અતિ મહત્ત્વની વાતો કરવી છે એ પત્રવ્યવહારના માધ્યમે તારી સામે રજૂ કરી જ દેવી છે. શક્ય છે કે આ વાતો પર ગંભીરતાથી વિચારણા કરવા માત્રથી તારા મનનો આકોશ શાંત થઈ જાય, તારી વ્યથામાં કડાકો બોલી જાય, તારી ગેરસમજ દૂર થઈ જાય, તારો મમ્મી-પપ્પા પ્રત્યેનો દુર્ભાવ રવાના થઈ જાય, ભારેખમ બની ગયેલું તારું અંતઃકરણ હળવું ફૂલ થઈ જાય, મમ્મી-પપ્પાથી અલગ થઈ જવાના તારા મનમાં જાગેલા વિચારથી પાછા ફરવાનું તને મન થઈ જાય. તો હા, મારી વાત એ હતી કે તારાં મમ્મી-પપ્પા તારે માટે જન્મદાતા બન્યાં છે, જીવનદાતા બન્યાં છે તો સાથે સંસ્કારદાતા પણ બન્યાં છે. આ હકીક્તને તું અત્યારે સ્મૃતિપથમાં લાવી દે. જન્મ આપવાની બાબતમાં મમ્મીએ ઉપેક્ષા સેવી હોત તો તું પેટમાંથી પરલોકમાં રવાના થઈ ગયો હોત. જીવન સુરક્ષિત રાખવાની બાબતમાં મમ્મી-પપ્પાએ બેદરકારી દાખવી હોત તો તારો જીવનદીપક અકાળે બુઝાઈ ગયો હોત અને સંસ્કારોનું આધાન કરવાની બાબતમાં મમ્મી-પપ્પાએ આંખ આડા કાન કર્યા હોત તો તું આજે થોડોઘણો પણ સજ્જન કે સદાચારી રહી શક્યો છે એ રહી શક્યો ન હોત ! હું તને જ પૂછું છું–ભૂતકાળના મમ્મી-પપ્પાના તારા પરના આ ઉપકાર ચડે કે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 47