Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ આપવા જોઈએ. દર્શન, ભાઈ-ભાભી પ્રત્યે તારા દિલમાં પારાવાર પ્રેમ હોત તો આવી જ કો'ક વિચારણા ચાલી હોત પણ તારા મનમાં જે વિચારણા ચાલી છે એ એટલું જ સૂચવે છે કે તારા દિલમાં પ્રેમનું સ્થાન લઈ લીધું છે. પર હાસ્ય ઝળકતું હોય છે. એકની ખુશી બીજાની નાખુશી બની જ રહેતી હોય છે. અલબત્ત, મારા કહેવાનો આશય એ નથી કે આ વ્યવસ્થા સદંતર ખોટી છે. મારું તો એટલું જ કહેવાનું કે છે કે અદાલતમાં ન્યાય ભલે શોભતો હોય. ઘર તો સમાધાનથી જ શોભે છે. હકની મારામારી અદાલતમાં ભલે થતી હોય ઘર તો કર્તવ્યના ખ્યાલથી જ ગૌરવ પામે છે. અધિકારની વાતો પરાયા વચ્ચે ભલે થતી હોય, મામકાની સાથે તો ત્યાગની વાતો જ શોભાસ્પદ બને છે. કહું તને ? સંત, સર્જન અને સ્વજન એ ત્રણેયની એક વિશેષતા એ હોય છે કે પોતાની સાથે થયેલા અન્યાયની વાત સંત પવન પર લખે છે, સજ્જન પાણી પર લખે છે જ્યારે સ્વજન રેતી પર લખે છે. તું જગતની દૃષ્ટિમાં સંત ભલે ન પણ બન્યો હોય, સમાજે તને સજન તરીકે ભલે ન સ્વીકાર્યો હોય પણ મમ્મી-પપ્પાએ તને સ્વજન તરીકે તો સ્વીકાર્યો જ છે ને? તો તારું એ કર્તવ્ય થઈ રહે છે કે એમના તરફથી તને કદાચ અન્યાય થયો પણ હોય તોય તારે એને રેતી પર લખીને ભૂંસી નાખવાનો છે. તું એને પથ્થર પર કોતરી રાખે એ તો શું ચાલે ? ૨૧૦% દર્શન, માની લઉં કે ભાઈ-ભાભી પ્રત્યે તારા મનમાં એવો કોઈ દ્વેષ નથી, તોય મમ્મી-પપ્પા પ્રત્યે જોઈએ તેવો ભાવ નથી એ તો નિશ્ચિત જ છે. નહિતર એમના આવા વલણ બદલ તારા મનમાં આક્રોશ કે અસંતોષ પેદા થાત જ નહીં. બાકી એક વાત તારા મનની દીવાલ પર કોતરી રાખજે કે લાકડું ગમે તેટલું વજનદાર હોય છે તોય એની નીચે જો પાણી આવી જાય છે તો એ લાકડાના વજનનો કોઈ ભાર લાગતો નથી. માત્ર એક જ નાનકડો હડસેલો અને લાકડું આગળ રવાના ! બસ, એ જ ન્યાયે પરિસ્થિતિ ગમે તેવી વિકટ કે વિષમ ઊભી થઈ જાય છે તોય જો હૃદય પ્રેમસભર છે તો એ વિષમ પરિસ્થિતિ વ્યક્તિ માટે લેશ માત્ર ત્રાસદાયક બનતી નથી. પ્રેમના પૂરમાં આ વિકટ પરિસ્થિતિ તણાઈ ગયા વિના રહેતી નથી. તું તારા મનને તપાસી જોજે. તને ખાતરી થઈ જશે કે ધંધામાં અને ઘરમાં પડેલા ભાગ અંગે તારા મનમાં જાગેલા અજંપાના મૂળમાં માત્ર આ એક જ કારણ છે. કાં તો પ્રેમનો અભાવ અને કાં તો પ્રેમની અલ્પતા. બાકી, એક વાત તને કરું ? તેં કોઈ એવી અદાલત જોઈ છે ખરી કે જ્યાં વાતાવરણ કાયમ માટે પ્રસન્નતાસભર જ રહેતું હોય ? આનો જવાબ તારે ‘ના’માં જ આપવો પડશે. જ્યાં સતત ન્યાય મેળવવા સંઘર્ષો ચાલતા હોય છે, જ્યાં ચુકાદાઓ ન્યાય [3] ના અપાતા હોય છે, ત્યાં વાતાવરણમાં પ્રસન્નતા કેમ નહીં ? તાજગી કેમ નહીં ? આહલાદકતા કેમ નહીં ? આનંદ કેમ નહીં ? કારણ એક જ. ન્યાયમાં એક ઘરમાં અજવાળું થતું હોય છે, સાથે જ બીજા ઘરમાં અંધારું પ્રસરતું હોય છે. એકના પરાજય પર જ બીજાને વિજય મળતો હોય છે. એકના ગાલ પર આંસુનાં ટીપાં પ્રસરતાં હોય છે ત્યારે જ બીજાના મુખ દર્શન, પોતાને થયેલા અન્યાયની બાબતમાં સંત, સજ્જન અને સ્વજનના અભિગમો ભલે જુદા હોય છે; પરંતુ પોતાના પર થયેલા ઉપકારોની બાબતમાં તો એ તમામનો એક જ અભિગમ હોય છે અને એ અભિગમ એ હોય છે કે થયેલા ઉપકારોને એ સહુ આરસની તકતી પર કોતરી નાખે છે. ઉપકારનું કદ નાનું હોય છે કે મોટું, એનું એમને મન બહુ મહત્ત્વ નથી હોતું. તેઓ તો કોઈના તરફથી પોતાના પર થયેલા ઉપકારોને આરસની તકતી પર કોતરી નાખતા હોય છે. તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. થયેલા અન્યાયને સંત જલદી ભૂલી જાય છે, સજ્જનને થોડીક વાર લાગે છે, સ્વજનને થોડીક વધુ વાર લાગે છે પણ માણેલા ઉપકારને તો તેઓ ક્યારેય ભૂલતા જ નથી. મા-બાપની નજરમાં તું સ્વજન છે તો તારી નજરમાં મા-બાપ સ્વજન છે. તો હું તને એટલું જ પૂછું છું—તારી મનોવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47