Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ આંખેથી દેખતો માણસ જેમ અન્યનો હાથ પકડવા તૈયાર થતો નથી તેમ જેને પોતાનામાં રહેલી બુદ્ધિનો ફાંકો હોય છે એ સંખ્યાબંધ ગલત અનુભવો પછી પોતાની પ્રવૃત્તિઓમાં પરિમાર્જન કરવા તૈયાર થતો નથી કારણ કે એમ કરવા જવામાં એનો અહં ઘવાતો હોય છે. એની ઊભી થયેલી એક છબી , એમાં કડાકો બોલાતો હોય છે. શું કહું તને? મેં એવા યુવાનો જોયા છે કે જેઓ પોતાનાં મમ્મી-પપ્પા પોતાના જીવન અંગેના નિર્ણયો લેવામાં ખોટાં હતાં એવું સાબિત કરવા હાથે કરીને પોતાના જીવનની બરબાદી નોતરી બેઠા છે. પોતાને બનવું હતું ડૉક્ટર, પપ્પાએ બનાવ્યો એંજિનિયર, બસ, પપ્પા સાથે વેર લેવા એંજિનિયર બન્યા પછીય એણે JOB માં વેઠ જ ઉતારી. આગળ વધવાની તકો હાથમાં હોવા છતાં એણે એની ઉપેક્ષા જ કરી. પોતાને લાઇન લેવી હતી હીરાની, પપ્પાએ ગોઠવી દીધો કાપડ બજારમાં. બસ, પપ્પાને દેખાડી દેવા માટે કાપડ બજારમાં કમાવાની પુષ્કળ તકો હોવા છતાં ધરાર એ તકોની ઉપેક્ષા કરી. કમાણીની જગ્યાએ નુકસાની કરી. દર્શન, બુદ્ધિને તું શું સમજે છે ? એની તૈયારી ભૂલ કબૂલવાની નથી હોતી, ભૂલને વાજબી ઠરાવવાની હોય છે. એ દુઃખી થવા તૈયાર હોય છે, ઝૂકી જવાનું તો એ સમજતી જ નથી. તારા પ્રશ્નનો આ જવાબ છે. અનુભવો બધા જ દુઃખના, ઉદ્વેગના અને સંતાપના છતાં પ્રવૃત્તિમાં પરિમાર્જન કરવાનો વિચાર પણ નહીં, કારણ આ એક જ. બુદ્ધિનું મન પર આધિપત્ય ! નથી. ઘરાકોને સાચવી લેવાની બાબતમાં મેં મારામાં રહેલી કુશળતાનો ઉપયોગ કર્યો જ નથી. ધંધાને વધારવાની સંખ્યાબંધ તકો ઉપલબ્ધ હોવા છતાં એ તકોને ઝડપી લેવાની બાબતમાં મેં ક્યારેય ઉત્સાહ દાખવ્યો જ નથી. અલબત્ત, મારા આ અસહકારભર્યા વલણને પપ્પાને ખ્યાલ આવી જ ગયો છે, પપ્પાને એની વ્યથાય છે, એક-બે વાર તો એમણે મને કહ્યું પણ છે કે ‘બેટા ! એંજિનિયર બનવાની તારી ઇચ્છા હતી છતાં મેં તને મારા ધંધામાં જોડીને કો'ક ભયંકર અપરાધ કરી દીધો હોય એવું મને સતત લાગ્યા કરે છે, તારા ધંધા પ્રત્યેના ઠંડા વલણને જોઈને ! અત્યારે એ બાબતમાં હું બીજું તો શું કરી શકું ? પણ, ક્ષમા માગું છું તારી પાસે, મારી એ ઇચ્છા પરાણે તારા પર ઠોકી બેસાડી છે એ બદલ.’ મહારાજસાહેબ! આટલું બોલતાં પપ્પાની આંખના ખૂણે બાઝેલાં આંસુનાં બે બુંદ મેં મારી સગી આંખે જોયાં છે છતાં મેં પપ્પાને માફી આપી નથી. પપ્પાને મેં મારું કર્યા નથી. પણ આપના પત્રના લખાણ પછી મેં આ બાબતમાં નમતું જોખવાનો વિચાર કર્યો તો છે છતાં મન હજી દ્વિધામાં છે. જે વ્યક્તિએ મારા મનની પસંદગી જાણવા છતાં કોઈ પણ નક્કર કારણ વિના પોતાના મનની પસંદગી મારા પર ઠોકી બેસાડીને મારી સમસ્ત જિંદગીની દિશા ફેરવી નાખી છે એ વ્યક્તિ સાથે સમાધાન શેનું ? સહકાર શેનો ? સહયોગ શેનો ?' મન સતત ઘૂંધવાયા કરે છે. આપ જ કહો, શું ત દર્શન, એક વાતની તને યાદ કરાવું છું કે યુવાનીના છોડ પર અનુભવનાં ફૂલ વહેલાં આવતાં નથી અને જ્યારે આવે છે ત્યારે સર્જાઈ ચૂકેલી કેટલીક નુકસાનીમાંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ હોય છે. તારી ઇચ્છા મુજબ એંજિનિયર તું બન્યો હોત તો તારું જીવન મસ્ત જ બન્યું હોત એ તો માત્ર અનુમાનની વાત છે. પણ પપ્પાની ઇચ્છા મુજબ તું આજે વેપારી બન્યો છે એમાં તારું જીવન સમુદ્ધ બન્યું જ છે એ તો તારો ખુદનો અનુભવ છે ને? તો પછી સરસ અનુભવ પછીય, સમ્યક્ પરિણામ પછીય પપ્પાને માફી ન આપવા પાછળ તારો અહં, તારી કુટિલ બુદ્ધિ, તારા દિલની વક્રતા સિવાય બીજું કોઈ જ કારણ નથી. એટલું જ કહીશ તને કે પ્રસન્નતાને ભોગે અક્કડતાને જીવંત રાખવામાં કોઈ જ બુદ્ધિમત્તા નથી. મહારાજસાહેબ, આપે તો જાણે કે મારી જ દુ:ખતી નસ દાબી દીધી. આ જ બન્યું છે મારા ખુદના જીવનમાં. મારી ઇચ્છા હતી એંજિનિયર બનવાની પણ પપ્પાનો આગ્રહ હતો વરસોથી પોતાના હાથમાં રહેલા ધંધામાં મને જોતરવાનો, અને એમનું જ ધાર્યું થયું. મારી લાખ અનિચ્છા છતાં મારે એમની સાથે દુકાને બેસવું જ પડ્યું. અલબત્ત, દુકાન જબરદસ્ત જામેલી હતી અને આજેય જામેલી જ છે પણ પપ્પાના આ બળાત્કારનો બદલો લેવા માટે મેં વરસો સુધી દુકાનમાં ધ્યાન આપ્યું જ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47