Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ હોય, પાંચ લાખ આપી દેવા એ જો સ્નેહદર્શનનું પરિણામ મનાતું હોય તો દર મહિને બે-રોકટોક બબ્બે હજાર મા-બાપ પાસેથી લઈ લેવા એ શેનું પરિણામ ગણાય ? મિથ્યાદર્શનનું? બ્રાન્તદર્શનનું? પશુદર્શનનું? પથ્થરદર્શનનું? કે પછી રાક્ષસદર્શનનું? મહારાજસાહેબ ! જે વર્તન આચરી બેઠો છું મમ્મી-પપ્પા સાથે, એ બદલ અંતરમાં પ્રગટેલી વ્યથાની આગનું વર્ણન કરવા મારી પાસે કોઈ શબ્દો નથી. હું ૩૭છે. રા મહારાજસાહેબ, પપ્પાએ મમ્મીને કહેલા આ શબ્દો મેં પોતે બારણાંની આડશમાં ઊભા રહીને સાંભળેલા. મેં સવારે મોટા ભાઈને આ વાત કરી. એમણે મને એટલું જ કીધું કે સહુને પોતાનું જીવન વહાલું જ હોય છે. આ તો પપ્પા લાગણીશીલ છે એટલે આવેશમાં આવું બોલી ગયા છે, બાકી એ કાંઈ ઝેર ખાવાના નથી. સો ટકા તારે ત્યાં રહેવા આવશે જ અને મજેથી રહેશે જ. બાકી, મમ્મી-પપ્પાની અત્યારની રાતી રાયણ જેવી તબિયત જોતાં એમને વીસ વરસ સુધી કાંઈ જ થાય તેમ નથી એ નિશ્ચિત સમજી રાખજે. હા, તું મક્કમ રહેજે મહિને બે હજાર લેવાની બાબતમાં.” મહારાજસાહેબ, લાગે છે ને આપને કે અમે બન્ને ભાઈઓ ગજવેલની છાતી લઈને બેઠા હોઈશું, નહિતર આ નિર્લજ્જતા, નપાવટતા અને નઠોરતા આચરી જ શી રીતે શકાય ? મોટાભાઈનું અનુમાન સાચું પડ્યું. મમ્મી-પપ્પાએ પોતાના મન સાથે સમાધાન કરી લીધું. મોટા ભાઈથી અલગ રહેવા ગયેલા મારી સાથે મમ્મીપપ્પા રહેવા આવી ગયાં. એમને હું મારી રીતે સાચવતો રહ્યો. એ મને દર મહિને બે હજાર રૂપિયા આપતા રહ્યા. આ સિલસિલો છેલ્લાં પાંચ વરસથી ચાલી રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે મારા હાથમાં બે હજાર રૂપિયા મૂકતાં પપ્પાના હાથ ધ્રૂજતા હોય છે પણ મારું હૃદય એકદમ મક્કમ બની ગયું છે. લેશ પણ થડકાર વિના પપ્પાના હાથમાંથી બે હજાર રૂપિયા હું લઈ લઉં છું અને ક્યારેક ક્યારેક તો હસતાંહસતાં પપ્પાને કહી પણ દઉં છું કે ‘મોંઘવારી વધી રહી છે એ યાદ રાખતા રહેજો.’ અલબત્ત, છેલ્લા દોઢેક મહિનાથી એટલે કે આપની સાથે આ અંગેનો પત્રવ્યવહાર શરૂ કર્યા પછીથી આ નિર્લજ્જપણાને તિલાંજલિ આપી દીધી છે. પપ્પાને મારામાં આવેલા પરિવર્તનથી આનંદ અને આશ્ચર્ય બન્ને થયાં છે પણ, આપને મારે એટલું જ કહેવું છે કે આ હતું મારું મૂળભૂત સ્વરૂપ, નઠોરતાના અને નિર્લજ્જતાના આસ્વરૂપને જોઈને કદાચ પથ્થરનેય ૨ડવું આવી જાય એ બને. મા-બાપને મહિને નવ હજાર આપી દેવા એ જો સત્યદર્શનનું પરિણામ ગણાતું દર્શન, મમ્મી-પપ્પા સાથેના ગલત વર્તન બદલ તારા મનમાં પ્રગટેલી પશ્ચાત્તાપની આગમાં હું ઇચ્છું છું કે તારી તમામ કલુષિત વિચારધારાઓ ભસ્મીભૂત થઈ જાય. સાચો પસ્તાવો એ છે કે જે આંખને રડાવીને કે દિલને સળગાવીને અટકી જતો નથી પણ જીવનને સુધારીને જ રહે છે. મમ્મી-પપ્પા સાથેના હવે પછીના તારા વ્યવહારમાં સર્વત્ર સ્નેહદર્શન જ ચાલકબળ બની રહે એ અંગે તું તો ખાસ તકેદારી રાખજે જ; પણ તારી પત્નીનેય એ બાબતમાં તું સાવધ કરી દેજે. તને કદાચ ખ્યાલ નહીં હોય પણ બને છે એવું કે કીમતી એવા પણ સોનાના પ્યાલાને, સાવ હલકો ગણાતો પણ પથ્થર એક વાર તો તોડી નાખે છે. બસ, એ જ રીતે સોના જેવા સુંદર પણ આત્મીય સંબંધોને હલકા પથ્થર જેવી તુચ્છ વિચારધારાઓ, આવેશભર્યા શબ્દો અને ઉકળાટભર્યો વર્તાવ રફેદફે કરી નાખતા હોય છે. યુવાન વયની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે એ વય સર્વત્ર પોતાને મનપસંદ એવી પરિસ્થિતિનું જ દર્શન કરવા ઇચ્છતી હોય છે. સામી વ્યક્તિનો વર્તાવ પોતાની પસંદગીના ઢાંચામાં ગોઠવાઈ જાય એવો જ હોવો જોઈએ એવો એ વયનો આગ્રહ હોય છે પણ એ શક્ય બનતું જ નથી, બને એવી શક્યતા નથી. હાથમાં રહેલું પાણી, નીચે પડીને કેવો આકાર ધારણ કરશે એની ચોક્કસ આગાહી કરવી જેમ મુશ્કેલ હોય છે. તેમ કર્મને પરવશ રહેલાં પરિબળો કેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે એની ચોક્કસ આગાહી કરવી પણ મુશ્કેલ જ હોય છે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47