Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ અજુગતું નહોતું લાગ્યું. રાતે એમણે મમ્મી-પપ્પાને વાત કરી, અને આંચકો ખાઈ ગયેલા પપ્પા એટલું જ બોલ્યા કે “તમે આ ઉંમરે અમને બન્નેને જુદાં રહેવા મોકલો. છો, એના કરતાં તમારા હાથે જ અમને ખોળિયાથી જુદાં કરી દો ને ?” આટલું બોલતાં બોલતાં પપ્પારડી પડ્યા. અમે લાચાર હતા. પપ્પાના આંસુની અમને એવી શરમ નહોતી, જેવી સમાજની શરમ હતી. મમ્મી-પપ્પા માટે સ્વતંત્ર ફલેંટ લઈ લેવાનો વિચાર અમે મુલતવી રાખ્યો. આ શરમનજક પ્રસંગની પછીની વિગત આવતા પત્રમાં. ૩૫૪ જજ ‘તમારે અને મમ્મીએ રહેવા જવાનું નાના સાથે. એ અને એની પત્ની તમને સાચવશે સારી રીતે પણ તમારે એને દર મહિને.' ‘દર મહિને શું?' ‘બે હજાર રૂપિયા આપી દેવાના.' ‘બે હજાર રૂપિયા?” ‘હા.' ‘પણ શેના?” ‘કેમ તમને સાથે રાખવાનો ખર્ચો તો આવશેને? એ ખર્ચો એ શું કામ ભોગવે ? આમેય તમારા પરલોકગમન બાદ તમારી સંપત્તિનો વારસો અમને જ મળવાનો છે. ને ? તો પછી અત્યારે તમે જ તમારે હાથે રકમ આપતા રહે એમાં વાંધો શો છે ? અને જુઓ પપ્પા ! થોડાક વ્યવહારુ બનતા જાઓ. શેષ જિંદગી શાંતિથી પસાર કરવી હોય તો જીવનમાં કેટલીક બાંધછોડ કરવી જ પડે છે.” મોટાભાઈની આ ઑફર પર પપ્પાએ સંમતિની મહોરછાપ લગાવી તો દીધી પણ મહારાજસાહેબ ! એ દિવસે રાતે પોતાના અલગ કમરામાં મમ્મી-પપ્પા જે રડ્યાં છે, એ દશ્ય અત્યારે યાદ આવતા હું ધ્રૂજી ઊઠું છું. મમ્મીને પપ્પાએ આટલું જ કહ્યું : જે દીકરાઓને જિંદગીભર મેં ખભો આપ્યો અને તે ખોળો આપ્યો એ દીકરાઓ આજે આપણને પોતાના ઘરે રાખવાના દર મહિનાના બે હજાર રૂપિયા માગી રહ્યા છે ! મેં મોટાને બે હજાર રૂપિયા આપવાની બાબતમાં સંમતિ તો આપી દીધી છે પણ હું તને પુછું છું કે દર મહિને આપણા પેટમાં નાખવાના ખોરાક પેટે દીકરાના હાથમાં બે હજાર રૂપિયા મૂકવાને બદલે વીસ રૂપિયાનું ઝેર લાવીને પેટમાં પધરાવી દઈએ તો કેમ?” મહારાજસાહેબ ! આગળ કાંઈ લખી નહીં શકું. મહારાજસાહેબ, એ વખત તો એ વાત પર અમે બન્ને ભાઈઓએ પડદો પાડી દીધો પણ બીજે દિવસે અમે બન્ને ભાઈઓ એકલા મળ્યા. લાંબી વિચારણા બાદ અમે એનિષ્કર્ષ પર આવ્યા કે મારે અલગ થવું અને મમ્મી-પપ્પાને મારી સાથે લઈ જવાં. છેવટે એમને સાથે રાખવાથી મારા પર પડનારા ખર્ચના બોજાની વાત ચર્ચાઈ. મેં વાત એ મૂકી કે આપણે બન્ને એમનો અર્થો અર્થો ખર્ચો ભોગવી લઈએ પણ મોટાભાઈનું કહેવું એમ થયું કે જ્યારે મમ્મી-પપ્પા પાસે પૈસા પૂરતા પ્રમાણમાં છે જ ત્યારે એમનો ખર્ચો એમની પાસેથી જ શા માટે ન લેવો ? મમ્મીના હજાર રૂપિયા, પપ્પાના હજાર રૂપિયા. કુલ બે હજાર રૂપિયા મમ્મીપપ્પાએ તને આપી દેવાના. મોટા ભાઈએ કાઢેલા આ વ્યવહારુ ઉકેલ બદલ હું તો રાજીનો રેડ થઈ ગયો. ‘પણ મોટા ભાઈ ! પપ્પાને આ વાત કરશે કોણ ?' મેં પૂછ્યું. ‘એ ચિંતા તારે કરવાની જરૂર નથી. વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારુ બનવું જ પડે. પપ્પાને વાત હું કરી દઈશ.' અને એ દિવસે રાતના સમયે મોટાભાઈએ ખાનગીમાં પપ્પા સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો. ‘જુઓ, તમારે અલગ રહેવા ન જવું હોય તો અમે બન્ને ભાઈઓએ એક બીજો વિકલ્પ વિચાર્યો છે.' ‘શો?' નિસ્તેજ વદને પપ્પાએ પૂછ્યું. ૪૫

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47