Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ મમ્મી-પપ્પાથી કરે. અલબત્ત, મન એમ સમજાવ્યા કરે છે કે મારા હૃદયમાં તો મમ્મી-પપ્પા પ્રત્યે લાગણી છે જ. એમના ઉપકારોની નોંધ દિલમાં છે જ. જરૂરી શું છે કે મારે એમની સમક્ષ જ એમના આ ઉપકારો બદલ ધન્યવાદના શબ્દો બોલવા જોઈએ? પણ, યાદ રાખજે, આ અવાજ મનનો છે, અંતઃકરણનો નથી. બુદ્ધિનો છે, હૃદયનો નથી. અહંનો છે, સમર્પણનો નથી. જો મનમાં ઉપકારોની નોંધ છે જ તો એને શબ્દોમાં પ્રગટ કરવામાં વાંધો શો છે? અને આમેય એ શબ્દો ગમે તેની પાસે ક્યાં બોલવાના છે? મમ્મી-પપ્પા સમક્ષ જ બોલવાના છે ને? પણ ના, મન કોનું નામ ? એ તને સંપત્તિનો છૂટથી ઉપયોગ કરવા દેશે પણ ધન્યવાદના શબ્દોનો ઉપયોગ કરતાં ખાસ રોકશે. એ તને ઉદાર બનવા દેશે, પણ કૃતજ્ઞ બનતાં ખાસ રોકશે; કારણ કે એને અહં પુષ્ટ કરવો છે અને અહં તોડ્યા વિના નથી તો કૃતજ્ઞ બની શકાતું કે નથી તો ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરી શકાતા. પણ આટલા લાંબા પત્રવ્યવહાર પછી અપેક્ષા રાખું છું. તારી પાસે કે મનની આ ચાલબાજીમાં ફસાયા વિના તું સીધો અંતઃકરણ પાસે પહોંચી જા. એક વખત મર્દાનગી મેળવીને મમ્મી-પપ્પાસમક્ષ ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરવાનું શરૂ કરી દે, વાદળ હટી જતાં સૂર્યપ્રકાશનો જે મસ્ત અનુભવ માણસને થાય છે એના કરતાં અનેકગણો સરસ અનુભવ અહંનું વાદળ હટી જતાં મમ્મી-પપ્પાની લાગણીનો તને થશે. આ મારી તને ગૅરન્ટી છે. મહારાજસાહેબ, આપનો આભાર વ્યક્ત કરવા અત્યારે મારી પાસે કોઈ શબ્દો નથી. આપનો ગત પત્ર વાંચ્યા પછી મન અને અંતઃકરણ વચ્ચે જબરદસ્ત સંઘર્ષ ચાલ્યો. હવે આટલાં વરસે મમ્મી-પપ્પા સમક્ષ ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરવા જવાનો તારો નિર્ણય ‘નાટક' માં ખપી જશે’ આ દલીલ બુદ્ધિએ કરી. ‘મોડેમોડે પણ ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરી શકાશે તો મમ્મી-પપ્પાની આંતરડી અચૂક ઠરશે’ આ દલીલ હૃદયે કરી. આપને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે બુદ્ધિ હારી, હૃદય જીત્યું. મન હાર્યું, અંતઃકરણ જીત્યું. રાતે ને રાતે જ પહોંચી ગયો મમ્મી-પપ્પા પાસે. શરૂઆતમાં ઘરની અને ધંધાની થોડીક વાતો કરી અને પછી હળવેક દઈને હૃદયની વાત રજૂ કરી. ‘પપ્પા ! આટલા વરસે આજે ખ્યાલ આવે છે કે મારા જીવનને અહીં સુધી લઈ આવવામાં આપે કેટલો બધો ભોગ આપ્યો છે ! શરીરનો વિકાસ થવા છતાં મારામાં સમજણનો વિકાસ જોઈએ તેવો ન પણ થયો તોય આપે મને સતત પ્રેમ જ આણે રાખ્યો, એકની એક ભૂલનું જીવનમાં પુનરાવર્તન કરતો રહ્યો, તોય આપે મને સુધરવાની તક આપ્યું જ રાખી. મૂર્તિ બનાવવા જતાં શિલ્પીના હાથે પથ્થર તૂટી જાય તો એ નવો પથ્થર લઈ લે, ચિત્ર બનાવવા જતાં ચિત્રકારના હાથે કાગળ બગડી જાય તો એ નવો કાગળ લઈ લે, ફર્નિચર બનાવવા જતા સુથારના હાથે લાકડું તૂટી જાય તો એ નવું લાકડું લઈ લેપણ જીવનઘડતરમાં જો જરાક જ ખામી રહી ગઈ તો તો આખું જીવન બરબાદ થઈ જાય. આ હકીકત બરાબર સમજી ચૂકેલા આપે મારા જીવનના સમ્યફ ઘડતરમાં કોઈ જ કચાશ ન રાખી. આપે મને પ્રેમ તો આપ્યો જ પણ શરીરક્ષેત્રે મને નિર્ભય પણ બનાવ્યો. આપે મને વાત્સલ્ય તો આપ્યું જ પણ મનક્ષેત્રે મજબૂત પણ બનાવ્યો. મારા શરીરની સ્વસ્થતા અને મનની પ્રસન્નતા માટે તો આપે કાળજી કરી જ પણ મારા આત્માની પવિત્રતા જળવાઈ રહે એ માટે આપે મારામાં સુસંસ્કારોનું આધાન પણ કર્યું. કયા શબ્દોમાં આપના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી હું વ્યક્ત કરું એ મને સમજાતું નથી.' મહારાજસાહેબ ! ખબર ન પડી કે હું આવું બધું શી રીતે બોલી શક્યો પણ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47