________________
મારા આ શબ્દોએ પપ્પાને હલાવી નાખ્યા. એ જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને મારી પાસે આવ્યા અને હું કાઈ સમજું એ પહેલાં તો મને ભેટીને રડવા જ લાગ્યા. એમની આંખમાંથી વહી રહેલાં હર્ષનાં આંસુએ મનેય ખળભળાવી દીધો. એમના ખભા પર માથું મૂકી હુંય ૨ડવા લાગ્યો. મારી પીઠ પર વાત્સલ્યસભર હાથ પ્રસરાવતાં-પ્રસરાવતાં પપ્પા એટલું જ બોલ્યા: ‘બેટા ! આટલાં વરસ તું ક્યાં ખોવાઈ ગયો હતો ?”
પડે
ઘરમાં દાખલ થયો. મારી પાછળ વાઇસ પ્રિન્સિપાલ દાખલ થયા. પણ હું કાંઈ સમજું એ પહેલાં તો દીવાનખાનાના એક ખૂણે બેઠેલાં એક વૃદ્ધ ડોશીના પગમાં પડીને એ ધ્રુસકે ધ્રુસકે રડવા જ લાગ્યા. એમના આ રુદને પેલાં વૃદ્ધ ડોશી જ્યાં બેઠા હતાં ત્યાંથી ઊભા થઈ ગયાં અને આ વાઇસ પ્રિન્સિપાલને બાથમાં લઈને ૨ડવા જ લાગ્યાં, પળ બે પળ તો હું સ્તબ્ધ થઈ ગયો. પણ પછી એ વૃદ્ધ ડોશીમાં જે શબ્દો બોલ્યાં એ શબ્દોએ મને હલાવી નાખ્યો.
‘મહારાજસાહેબ ! આ મારો દીકરો છે અને હું એની મા છું. મારી ઉંમર ૮૭ વરસની છે, દીકરાની ઉંમર ૬૫ વરસની છે. આ મારો એકનો એક દીકરો છે પણ છેલ્લાં ૩૫ વરસથી મારી સાથે બોલવાનું એણે બંધ કર્યું છે. મેં એની સામે કેટલીય વાર ખોળો પણ પાથર્યો હતો અને કહ્યું હતું બેટા ! એક વાર તારી મા સાથે બોલવાનું ચાલુ કરી દે, મારે બીજું કાંઈ જ જોઈતું નથી.'
પણ એ પોતાની જિદમાં મક્કમ રહ્યો. હું હિજરાતી જ રહી અને રિબાતીય રહી, પણ આજે ખબર નથી પડતી કે એને શું થઈ ગયું છે ? મારા પગમાં પડી ગયો એ હકીક્ત મને પાગલ કરી નાખી છે.
મહારાજસાહેબ ! માથી વિખૂટા પડી ગયેલા દીકરાની વેદના તો કદાચ સાંભળી હશે પણ ૩પ૩પ વરસથી એક જ ઘરમાં રહેવા છતાં જે મા પોતાના દીકરાથી વિખૂટી પડી ગઈ હોય છે એની વેદનાની તો મને જ ખબર છે. ભગવાન (?) આવી વેદના કોઈ માને માથે ન ઝીકે ! આપે મને આ ઉંમરે મારો દીકરો પાછો અપાવીને મારું મરણ સુધારી દીધું છે.'
*
દર્શન,
તારા પત્રે મારી આંખમાં આંસુ લાવી દીધાં. ધન્યવાદના શબ્દોની અભિવ્યક્તિના તારા અનુભવે મને આનંદિત તો કરી દીધો પણ મારી આંખ સમક્ષ એક એવો પ્રસંગ લાવી દીધો કે જે અત્યારે તને જણાવ્યા વિના હું રહી નથી
શક્તો.
કદાચ ચૌદેક વરસ પહેલાંની વાત છે. એક વખત મહારાષ્ટ્રના જલગામથી અંતરિક્ષજી તરફના વિહારમાં હું હતો. ભુસાવળમાં અમે આઠેક દિવસની સ્થિરતા કરેલી એ દરમ્યાન ત્યાંની એક સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ મને બાળકો સમક્ષ પ્રવચન કરવા પધારવાનું આમંત્રણ આપવા આવ્યા.
એ આમંત્રણ મેં સ્વીકાર્યું. નિયત થયેલા સમયે વાઇસ પ્રિન્સિપાલ સાથે હું સ્કૂલમાં ગયો. લગભગ દસથી પંદર વરસની વયનાં બાળકો સમક્ષ કરેલા એ પ્રવચનમાં ‘માતા-પિતાના ઉપકારો' એ વિષય પર સારો એવો પ્રકાશ પાડતાં હાજર રહેલાં તમામ બાળકોએ રોજ મા-બાપને પગે લાગવાનો નિયમ લીધો. પ્રવચન પૂર્ણ કરી હું ઉપાશ્રય તરફ આવવા નીકળ્યો. વાઇસ પ્રિન્સીપાલ મારી સાથે જ હતા. એમણે મને વિનંતી કરી.
‘મહારાજસાહેબ ! મારું ઘર રસ્તામાં આવે છે. બે મિનિટ માટે પણ આપ પધારશો તો મને આનંદ થશે.' મેં એમની વિનંતીનો સ્વીકાર કર્યો. માત્ર આઠેક મિનિટમાં જ એમનું ઘર આવ્યું. એમણે મને અંદર પધારવાની વિનંતી કરી. હું
૬૯