Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ પણ પાછળ સાંધી દીધા વિના ન રહે. અંતરથી ઇચ્છું છું કે મમ્મી-પપ્પાના તારા પ્રત્યેના કઠોર વ્યવહારનેતું કાતર જેવો ન માનતાં, સોય જેવો માનતો રહે : કાતર કાપે જ છે, સોય કાણું પાડીને સાંધી પણ દે છે ! હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ. મહારાજસાહેબ, પત્નીને મોઢેથી બોલાયેલા શબ્દો સાંભળી મમ્મી ક્યાં ઊભી રહે? એ તો મારી પત્નીને વળગીને હીબકે હીબકે રોવા જ લાગી. મારી બહેનને સાસરે વળાવતી વખતે મમ્મીની આંખમાં આંસુનો જે મહાસાગર ઊમટ્યો હતો એ જ મહાસાગર ફરી વાર એની આંખમાં પ્રગટ થયો. એ રડતાંરડતાં એટલું જ બોલી. “દીકરી ! હવે પછી ફરી વાર ક્યારેય આવી ભીખ માગીને તારી મમ્મીને શરમાવીશ નહીં. દીકરીને મમ્મી લાગણી આપી શકે, ભીખ થોડી આપી શકે ?” મહારાજસાહેબ ! સ્વર્ગની વાતો ઘણીય વાર સાંભળી હતી પણ સ્વર્ગનો અનુભવ એ દિવસે પહેલી વાર થયો. આપ કદાચ નહીં માનો પણ એ દિવસે આખા કુટુંબની રસોઈ મમ્મીએ જ બનાવી. પત્નીને હાથ પણ ન અડાડવા દીધો અને આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ કે જ્યારે મમ્મીએ એ દિવસે બનાવેલો કંસાર પોતાના હાથે જ પત્નીના મોઢામાં પરાણે પધરાવ્યો. મહારાજસાહેબ, સાંભળ્યું હતું કે આ જગતના સર્વ જીવોને પ્રેમ આપવા પરમાત્મા પોતે પહોંચી શકતા નથી એટલે એણે માતાનું સર્જન કર્યું છે. સાંભળેલું આ વાક્ય સાચું છે કે ખોટું, એની તો મને ખબર નથી પણ એ દિવસે મમ્મી દ્વારા મારી પત્નીને જે પ્રેમ મળ્યો છે, જે વાત્સલ્ય મળ્યું છે, જે સ્નેહ મળ્યો છે એ જોતાં એટલું તો ચોક્કસ લાગ્યું છે કે પરમાત્માની મારા કુટુંબ પર ભરપૂર કરુણા છે. નહિતર આ શક્ય જ શું બને? એક પ્રશ્ન આપને પૂછું? શું પ્રેમ આટલો બધો ઉદાર બની શકે છે ? સામી વ્યક્તિની ગમે તેવી મોટી પણ ભૂલોને આટલી બધી આસાનીથી ભૂલી શકે છે ? રહસ્ય શું છે એની પાછળ ? દર્શન, આગ જેમ ગમે તેવા પણ કઠણ પદાર્થોને ખાઈ જાય છે તેમ પ્રેમ ગમે તેવા પણ જાલિમ દોષોને પી જાય છે અને એમાંય માબાપનો પુત્ર પ્રત્યેનો પ્રેમ, ગુરુની શિષ્ય પ્રત્યેનો પ્રેમ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો પ્રેમ, એની ઉદારતાનું, સહનશીલતાનું તો કોઈ વર્ણન જ થાય તેમ નથી. એ દરેક પ્રેમ ઉત્તરોત્તર એકબીજાથી ચડિયાતા છે. અલબત્ત, એ પ્રેમ ક્યારેક કઠોર બનતો દેખાય ખરો, એ પ્રેમ ક્યારેક પીડાકારક અનુભવાય ખરો; પણ એ પ્રેમ હોય છે સોય જેવો. આગળ કાણું પાડે જરૂર મહારાજસાહેબ, આપે કાતર-સોય વચ્ચેના તફાવતને સમજાવીને ગજબનાક વાત કરી દીધી. ખેદની વાત છે કે મને કે મારી પત્નીને આજ સુધીમાં મમ્મી-પપ્પાની કઠોરતામાં કાતરનાં દર્શન થયાં છે સોયનાં દર્શન થયાં જ નથી. અને એ હિસાબે જ જ્યારેજ્યારે એમના તરફથી કઠોર વ્યવહાર થયો છે ત્યારેત્યારે એમના પ્રત્યે અમને દુર્ભાવ જ થયો છે. ખેર, આપે સમ્યફ સમજણ આપીને અમારા બન્ને પર બહુ મોટો ઉપકાર કર્યો છે. છતાં એક પ્રશ્ન પૂછું? પત્નીને મમ્મી સાથે સતત મતભેદ પડ્યા જ કરતા હોય, પત્ની-મમ્મી વચ્ચે ઘરમાં રોજ સંઘર્ષો થયા જ કરતા હોય, પત્નીના અણગમાની મારા પર અને મમ્મીના અણગમાની પપ્પા પર અસર થયા જ કરતી હોય, અને એને કારણે ઘરનું વાતાવરણ સતત ભારેખમ જ રહેતું હોય, તો એવા સંયોગોમાં ઘરની પ્રસન્નતા ટકાવવા કરવું શું ? કેટલીક બાબતોમાં મમ્મીનો અભિગમ ગલત હોય છે પણ ખરો, એ વખતે મમ્મી પાસે મારી પત્નીનું ઉપરાણું લઉં છું તો એ સંભળાવી દે છે કે તને કાયમ હું જ ખોટી લાગું છું અને ક્યારેક પત્નીનો અભિગમ ગલત હોય છે અને એને કહેવા જાઉં છું તો એ સંભળાવી દે છે કે તમને કાયમ તમારી મા જ સાચી લાગે છે. આ સ્થિતિમાં કરવું શું? આપ નહીં માનો પણ જ્યારે પણ ઘરમાં આવું વાતાવરણ સર્જાય છે ત્યારે હું ઘરેથી ઑફિસે જવા વહેલો નીકળી જાઉં છું અને રાતના ઑફિસેથી ઘરે મોડો આવું છું. આવ્યા બાદ પત્ની મમ્મી માટે ફરિયાદ કરે છે તો એના પર ગુસ્સે થઈ જાઉં છું અને મમ્મી પત્ની માટે ફરિયાદ કરે છે તો એને કહી

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47