Book Title: Lakhi Rakho Aarasni Takhti Par
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________
યાદ રાખજે . વૃદ્ધ મમ્મી-પપ્પા પાસે ફુરસદ સિવાય કાંઈ બચ્યું હોતું નથી અને યુવાન પુત્ર પાસે વૃદ્ધ મમ્મી-પપ્પા પાસે બેસવાની ફુરસદ હોતી નથી. આ પરિસ્થિતિમાંથી જે કરુણાંતિકા સર્જાય છે. એનો હું સાક્ષી છું. ઇચ્છું છું કે તારા ખુદના જીવનમાં આવી કરુણાંતિકા ન સર્જાય. વાત્સલ્ય આપીને મમ્મી-પપ્પાએ પોતાની લાગણી પ્રદર્શિત કરી છે. સમય આપીને તું એમની લાગણી સંતોષી દે.
એમને પાકી સમજ છે; અને એટલે જ પોતાની અસહાય અવસ્થામાં જ્યારે પુત્ર તરફથી થતી અવગણના પોતે અનભવે છે, પુત્રવધૂનાં મહેણાં-ટોણાંના શબ્દો એમનો કાનને સાંભળવા પડે છે ત્યારે એ માનસિક રીતે સાવ જ તૂટી જાય છે, હૃદય એમનું સાવ જ ભાંગી પડે છે, જીવનમાંથી એમનો રસ સાવ જ ઊડી જાય છે, જીવનના બાકી રહેલા દિવસો વેંઢારવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ જ નથી બચતો.
આવાં જ કો'ક મા-બાપની વેદનાને એક શાયરે પોતાના શબ્દોમાં રજૂ કરી છે : “વૃદ્ધાવસ્થાની આ દશા કેવી તો કવરાવે છે, વહુ તો ઠીક, દીકરો પણ કેવું સંભળાવે છે ?” બીજા કોક” શાયરે આ જ વાત સહેજ જુદી રીતે રજૂ કરી છે : ‘રે કુદરત ! તારી તો પાનખર પછી વસંત છે, વૃદ્ધાવસ્થાની પાનખરને તો મોત જ બચાવે છે.'
દર્શન, એટલી જ અપેક્ષા રાખું છું તારી પાસે. શાયરીના શબ્દોની આ અવસ્થામાંથી તારાં મમ્મી-પપ્પાને ગુજરવું પડે એવી નાલાયકતા તું તારા જીવનમાં ક્યારેય ન આચરતો.
હૃ૪૦ છે
હૃ૪૮૪
મહારાજસાહેબ,
આપનો પત્ર વાંચતાં વાંચતાં હું રડી પડ્યો. બાલ્યાવસ્થામાં મમ્મી-પપ્પાએ માત્ર મારી જરૂરિયાતો જ સંતોષી હોત અને વધારામાં પ્રેમ કે જે સમયને જ બંધાયેલો છે એ ન આપ્યો હોત તો મારી હાલત શી થઈ હોત એની હું કલ્પના કરી શકતો નથી. આપની વાત સાવ સાચી છે. વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થા જેવી જ નિર્બળ છે.
દર્શન, ભૂલીશ નહીં કે બાળકના પગ ચાલવા માટે જો લાચાર હોય છે તો વૃદ્ધના પગ ચાલવા માટે કમજોર હોય છે. બાળકની સમજ વિકસી નથી હોતી તો વૃદ્ધિની સ્મૃતિ સતેજ નથી હોતી. બાળકના દાંત જો આવ્યા નથી હોતા તો વૃદ્ધના દાંત ટક્યા નથી હોતા. બાળકના મસ્તકે જો વાળ હોતા નથી તો વૃદ્ધના મસ્તકે વાળ ટકતા નથી. બાળકને સતત સહાયની જરૂર પડે છે તો વૃદ્ધને પણ સહાય વિના નથી ચાલતું, બાળક જો કો'કની હૂંફ ઝંખે છે તો વૃદ્ધ કો'કનો સથવારો ઝંખે છે. બાળકને મમ્મી પાસેથી સમય નથી મળતો તો એ જીવનમાં કાચો રહી જાય છે તો વૃદ્ધ મમ્મીપપ્પાને પુત્ર સમય નથી આપતો તો એ પોતાના અંતિમ સમયમાં સ્વસ્થતા અને પ્રસન્નતા ગુમાવી બેસે છે.
ટૂંકમાં, કહેવું હોય તો એમ કહી શકાય કે વૃદ્ધાવસ્થા એ બેવડી બાલ્યાવસ્થા છે. બાળક પાસે તો સમજ જ નથી એટલે મમ્મી-પપ્પા તરફથી કદાચ એની અવગણના થાય પણ છે તોય એ અવગણના એના હૃદયને તોડી નથી નાખતી જ્યારે મમ્મીપપ્પા પાસે તો પાકી સમજ છે, પુત્રના જીવનવિકાસ માટે પોતે આપેલો ભોગ એમના સ્મૃતિપથમાં છે, પુત્રની વર્તમાન સમૃદ્ધિમાં પોતાનું યોગદાન કેટલું છે એની
મહારાજસાહેબ !
આંખમાં આંસુ સાથે આ પત્ર આપને લખી રહ્યો છું. આજે આપને વચન આપું છું કે શાયરોએ લખેલી અવસ્થામાંથી મમ્મી-પપ્પાને ગુજરવું પડે એવું વર્તન હું ક્યારેય નહીં કરું. પુત્ર તરફની અવગણના મમ્મી-પપ્પાનાં દિલને તોડી નાખે એ વાત પાછળ આપે જે તર્ક રજૂ કર્યો છે એ તર્કે મને સાચે જ ખળભળાવી મૂક્યો છે; કારણ કે મને પોતાને મારી દુકાનમાં એનો અનુભવ થઈ ગયો છે.
દુકાનનો જે માણસ રસ્તા પર રખડતો હતો અને મેં મારી દુકાનમાં કામ આપ્યું, નોકરીએ રાખ્યો, છ મહિનામાં તો એનો પગાર વધાર્યો. એના દીકરાને માંદગી આવી તો એ માંદગીનો ખર્ચ મેં ભોગવ્યો. અને એ માણસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એને મેં મોકલ્યો હતો ૨૫,૦OOની ઉઘરાણી પતાવવા અને ૨૫,OOલઈને

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47